વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઉદાસીના ઉંબરે

"ઉદાસીના ઉંબરે"


એકલતાના આશરે, હું તો હાથ લંબાવું છું.

ઉદાસીના ઉંબરે રે, હું તો આનંદ કરાવું છું.


દીપ પ્રગટાવું છું રે, હું તો આનંદ માણું છું.

પ્રકાશ ફેલાવું છું રે, હું તો આનંદ માણું છું.


અંધકાર મિટાવવા રે, અંજવાળુ પાથરું છું.

કંકાસ મિટાવવા રે, હું તો પ્રકાશ પાથરું છું.


દુઃખના દરિયામાં રે, હું તો ઉછાળા મારું છું.

સુખદુઃખ આવે ને જાય, હું તો મોજ કરું છું.


એકલતાના આશરે, હું તો હાથ લંબાવું છું.

ઉદાસીના ઉંબરે રે, હું તો આનંદ કરાવું છું.


કિશનએસ.શેલાણા"કાવ્ય"


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ