વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અરજ

" અરજ"

માધવ,

એક એવું આપોને મુજને મોરપીંછ

જેના સ્પર્શે માણું હું રાધા સમ પ્રીત

મારાં મનમાં બાજે તવ બંસરીના ગીત

નીત રહું તવ  પ્રેમમાં  આનંદીત...

              એક એવું આપોને મુજને મોરપીંછ...

માધવ,

એક એવાં આપોને મુજને મંજીરા

 જેના નાદે નાચું જેમ નાચીતી મસ્તી માં મીરાં

ભુલી જગત બધું  પીવા   મારે હરદમ પ્રેમ તણાં પ્યાલા...

                એક એવા આપોને મુજને મંજીરા...

 માધવ,

એક એવી આપોને મુજને કરતાલ

 જેના તાલે ગાઉં નરસિંહનો કેદાર

ભક્તિ ને ભજનનો સાધી સુમેળ

          બનું સાચો  વૈષ્ણવ વિરાટ...

           એક  એવી આપોને મુજને કરતાલ...

માધવ,

એક  આપોને મુજને એવું ગાણું

        જે ગાઈને તુજને હું જાણું

ઓળખું તને નીરખું તને સ્પર્શુ તને

બસ નિજાનંદ ને પરમાનંદ ને માણું...

       એક આપોને મુજને એવું ગાણું...

           માધવ,

                   એક આપોને એવું મોરપીંછ...

એક આપોને એવાં મંજીરા...

 એક આપોને એવી કરતાલ...

 એક આપોને એવું ગાણું...

મારું સર્વ સુખ  એમાં જ છે સમાણું....    

                                "તુ"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ