વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લાગણીનું અજવાળું

 "હું માવતર વૃદ્ધાશ્રમમાંથી બોલું છું, નિશાબેન. તમારા પિતાનું અવસાન થયું છે. તમારી મા બેહોશ છે. તમારા  ભાઈનાં ઘરનો ફોન ઉપડતો નથી. માંડ આ નંબર મળતાં તમને ફોન કરી શક્યાં. હલ્લો..નિશાબેન..હલ્લો!"


પ્રકાશપર્વ પર જ આવાં સમાચારથી નિશાની આંખે અંધારાં આવી ગયાં.પિતાની અંતિમવિધિ પતિ સાથે મળીને કરી. માને દવાખાનેથી ઘરે લાવે તે પહેલાં જ પિતાની પાછળ આઘાતમાં જતી રહી. તે બંને વૃદ્ધાશ્રમમાં હતાં તેની નિશાને ખબર જ ન હતી!


તે પછી નિશા કાયમ તે વૃદ્ધાશ્રમમાં દિવાળીએ માતા-પિતાની યાદમાં દાન દેવાં, વૃદ્ધોને મીઠાઈ ખવડાવવા જતી. આજે દિવાળી હતી, પ્રકાશનાં પર્વ પર લાગણીનું અજવાળું ફેલાવવા નિશા માવતર વૃદ્ધાશ્રમમાં પહોંચી. આતશબાજીનાં પ્રકાશમાં મીઠાઈ માટે લંબાવેલ એક હાથનો નિમાણો ચહેરો જોઈ નિશાને ફરી અંધારા આવ્યાં. 


જાગૃતિ, 'ઝંખના મીરાં'...



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ