વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચકલી

હાઈકુઓ

***

લોખંડી ગ્રીલ

વચ્ચે ઘુસી,ચકલી

બાંધે આવાસ.!

***

ગૃહસ્થી માંડી

માળામાં,હવે બચ્ચાં

કરે ચીં..ચીં..ચીં..!

***

ફૂટી છે પાંખો

બચ્ચાને,હવે સ્વપ્નું

ઊંચી ઉડાન.!

***

ભર ઉનાળે,

વાદળી ભાળી,ચક્કી

ધૂળમાં ન્હાય.!

***

સંભાળી ડગ

માંડે ચક્કી,છતાંયે

કેડ લચકે.!

***

બની નવોઢા,

લખ્યો તો પ્રેમપત્ર,

ચકલો વ્યસ્ત.!

***

છબીની વાંહે

કરે ચિંતા,નીકળ્યો

ચક્કો નગુણો.!

***

ગામડું ભાંગી,

શહેરને વસાવ્યું,

ચકલી ગુમ !

***

જંગલ કાપી

મકાન બાંધ્યા,ગુમ

ચક્કીનો માળો!

***

છબીની વાંહે

ચીં..ચીં..સૂણી,"બા" દોડી

શીરો કરવા.!

***

સુકા રણમાં

ચક્કીનું ટોળું,ક્યાંય

મૃગજળ નૈ.!

***

ચક્કોને ચક્કી,

કરી યુદ્ધનો અંત,

મળ્યાં માળામા.!

***

બાદશાહની

છબી વાંહે,ચકલી

બાંધતી માળો.!

***

ખેડુની વાત

સુણી,ચિંતામાં પડ્યા

ચક્કીના બચ્ચાં !

***

રસોડે આવી,

ચકલીઓની ચીં..ચીં..

"બા"ચણ નાખ.!

***

રજાઈ ઓઢી

ચક્કી સૂતી,બારણે

શિયાળુ રાત.!

***

ચક્કી ચક્કાનું

ચીં..ચીં.સુણી, મલકી;

"બા"ની તસ્વીર.!

***

ચક્કીને ચક્કો,

રાત-દિ બાંધે માળો,

લોકડાઉન.!

***

બાથટબમાં,

રૂપસુંદરી ચક્કી,

ઉતરી ન્હાવા.!

***

યુવા ચકલી,

છેલબટાઉ હૈયે,

ઇંગ્રેજી પ્રેમ.!

***

ખૂબ અઘરાં

ચકલીના સવાલ,

અંતે 'નાપાસ' !

***

બાંધી આવાસ

કે' ચક્કીને, ગમશે;

મારો સંગાથ.!

***

જયંતિલાલ વાઘેલા (એકાંત)




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ