વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સિવાયેલા હોઠ

   રાતના બે વાગ્યા હતા, હોસ્પિટલના દરેક ખૂણો શાંત હતો. ક્યાંક ક્યાંક દર્દીઓના સગા સંબંધીઓ જમીન પર પાથરીને સુઈ ગયા હતા. એવામાં બે ઓળા હોસ્પિટલની શાંતિ ભંગ કરતા સ્ટ્રેચર ધકેલતા દસ નંબરના વોર્ડ પાસે આવીને સ્ટ્રેચર માના દર્દીને પોટલાની જેમ પલંગ પર સુવાડી દીધા. ચિંતિત ચહેરે પલંગની બાજુમાં ઊભેલી દર્દીની દીકરી ના ચહેરા પર સ્પ્રે છાંટીને બેભાન કરી સ્ટ્રેચરમાં નાખી આગળ વધી ગયા. ફરી પાછી વોર્ડમાં શાંતિ છવાઈ ગઈ.

******

 

   "યાર તારી દસ નંબરના વોર્ડ વાળી આજે સવારે ગુજરી ગઈ બહુ પીલાતી હતી બિચારી એના પરિવારમાંથી કોઈ એને કિડની આપવા તૈયાર જ ન હતું બહુ પીલાઈને ગુજરી ગઈ."

 

"મધુરા દુઃખી થવાથી શું થાય આપણું કામ જ એવું છે હજી તો આપણી ઇન્ટરશીપ ચાલુ છે પછી તો કોઈ કેટલાય આવા કેસો આવશે આપણે ક્યાં સુધી દુઃખી થશું."

 

"તું સાચું છે નૈતિક પણ તને ખબર છે ગઈકાલે એની સતર વર્ષની દીકરી પણ હોસ્પિટલમાંથી ગુમ થઈ ગઈ છે."

 

"હા, સમાચાર મળ્યા. કોઈ સાથે ભાગી ગઈ હશે. તું શુ કામ આ બધામાં માથું ખપાવસ."

 

"ના, મે એને કેટલીયે વાર જોઈ છે. વાત પણ કરી છે, એની માં ને પોતાની કિડની પણ આપવા તૈયાર હતી પણ. તેનું શરીર બહુ નબળું હતું. એટલે...."

 

"એ બધું ઠીક મધુરા પણ આપણે સ્ટડી કરવા આવ્યાં છીએ આવી બધી વાતો આપણા માટે જરૂરી નથી અને પાછી તું આ હોસ્પિટલમાં ઇન્ટર્સિપના પ્રોજેક્ટ માટે પંદર દિવસના કેમ્પમાં આવી છો. આવી બધી પંચાત તારા માર્કસ માઈનસમાં લઈ જશે. ખાલી ને ખાલી તારા કામ પર ધ્યાન આપ"

 

"ઓકે નૈતિક, હવેથી હું મારા કામ પર જ ધ્યાન આપીશ બસ." થોડી ચીડમાં મધુરાએ જવાબ આપ્યો.

 

"નૈતિક મને ગાયનેક વોર્ડમાં ઇમરજન્સી વિભાગમાં ડ્યુટી મળી છે. એટલે અઠવાડિયું હું ત્યાં જ હઈશ.

 

"ઓકે સરસ, કાલે મારી ડ્યુટી જનરલ વોર્ડમાં છે. ચાલ બાય."

 

"બાય"

 

"મધુરા ફ્રેશ થવા માટે ગાયનેક વિભાગના ડોક્ટર્સ માટેના રેસ્ટ રૂમમાં આવી. તેને એક સ્ટ્રોંગ કોફી પીવાની ઈચ્છા થઈ આવી. આ રૂમમાં બધી જ સગવડો હતી. રૂમ મોટો હતો. બે પલંગ સોફા અને ખુરશીઓ હતી.  કોફી અને ચા માટે મશીનો પણ અહી ઉપલબ્ધ હતાં. ધીમા અવાજમાં પોતાનું ફેવરીટ ગીત ગણગણતા બાથરૂમમાં ગરમ પાણીની છાલક સાથે ચહેરા પર તાજગી અનુભવી રહી હતી. પોતાના પર્સમાંથી ફેસવોસ કાઢી ચહેરા પર લગાવી રહી હતી અને ત્યાં જ એને પોતાની પાછળ કોઈના હોવાનો ભાસ થયો. પાછળ ફરીને તેને જોયું પણ ત્યાં કોઈ ન હતું, બાથરૂમ નાનો હતો અને ત્યાં છુપાવવી કોઈ જગ્યા ન હતી. બાથરૂમની બહાર આવી તેણે એક નજર રૂમમાં ફેરવી લીધી ત્યાં પણ કોઈ ન હતું. તે પાછી આવીને પોતાના મોઢા પર ફેસ વોશ લગાવવા લાગી. ત્યાં તેના કંઈ રડવાનો અવાજ સંભળાયો, અવાજ દબાયેલા હતો. હવે તે ડરી,, જલ્દીથી ચહેરા પર પાણી નાખી ધોવા લાગી આદત વશ તેણે અરીસામાં નજર કરી તે એકદમ સ્થિર થઈ ગઈ....

 

અરીસામાં એક સ્ત્રીનો વિકૃત ચહેરો જોર જોરથી રડતો હતો. તેનો અવાજ દબાયેલો આવતો હતો કારણ તેના હોઠ સીવાયેલા હતા. માથાના ભાગમાંથી લોહિ ચહેરા પર રેલાતું હતું. ચહેરા પર અનેક જગ્યાએ ચીરા પડેલા હતા. બાથરૂમમાં ગરમીનું પ્રમાણ અને લોહીની તીવ્ર વાસ મધુરાને ગુંગળાવી રહી હતી. અને સામેનો ભયાનક ચહેરો તેને આતંકિત કરી રહ્યો હતો. મધુરાના ગળામાંથી અવિરત ચીસો નીકળવા લાગી. તેણે ભાગવાનો પ્રયત્ન કર્યો પણ ભાગી સકી નહિ અને ત્યાં જ બેભાન થઈ ઢળી પડી.

 

જ્યારે જ્યારે તેને ભાન આવ્યું ત્યારે તે રૂમમાં બેટ પર હતી આજુબાજુ તેની ફ્રેન્ડ ઉભી હતી. સાથે તેમના વિભાગના હેડ ડોક્ટર ધીરજ અને ડોક્ટરની નીલિમા પણ હતા, ડોક્ટર નીલીમાંથી બધા જ ડરતાં હતા, એ એકદમ સ્ટ્રીક ડોક્ટર હતા એ કાર્ડી નજરે  મધુરાને જોઈ રહ્યા હતા.

 

"લાગે છે ફેશન શો માટે, ખાલી નામ મેળવવા માટે તમે અહીં ડોક્ટર બનવા આવ્યા છો. તમને તમારા કામ પ્રત્યે કોઈ જવાબદારી ની ભાવના લાગતી નથી. શું થયું હતું બાથરૂમમાં આટલી બધી ચિસા ચીસ કરીને હોસ્પિટલમાં તમાસો કરી દીધો.?" ડોક્ટર નિલિમાએ ગુસ્સામાં કહ્યું.

 

"સોરી મેમ મને .....

 

મધુરા બોલવાની પણ હિંમત કરી નહોતી કરી શકતી. જે એને જોયું હતું એ સામાન્ય ન હતું પણ, એ સાચે બન્યું હતું કે એ તેનો ભ્રમ હતો તે પણ મધુરા સમજી શકતી ન હતી.

 

"મેમ..મેમ.. મને બાથરૂમમાં....."

 

પણ ડોક્ટર નિલિમાએ ગુસ્સામાં મધુરાની વાત વચ્ચેથી જ કાપી નાખી.

 

"મારે કોઈ બહાના સાંભળવા નથી જલ્દી ઊભા થઈને કામે લાગી જાવ. તમારી એક એક મિનિટ કિંમતી છે. સમયનું ભાન કેળવો."

 

બને ડોક્ટર રૂમમાંથી બહાર જતા રહ્યા.

 

"હાશ, ગયાં મને તો એમજ હતું કે આખું લેક્ચર પૂરા કલાકનું અહીં જ પૂરું કરી ને જશે" પ્રથાએ દરવાજા બાજુ હાથ જોડતાં કહ્યું.

 

"તારી બુમાં બૂમ સાંભળીને તો અમે પણ ડરી ગયા હતા એટલી વાર કહ્યું છે કે ખાલી પેટ કોઈ કામ કરવાનું નહીં સવારે નાસ્તો કર્યા વગર જ નીકળી ગઈ હતી ને લે આ તારી ફેવરીટ કોફી અને આ પૌવાનો નાસ્તો જલ્દી કરી લે" ઋતુએ નાસ્તાની ડીશ અને કોફી ટેબલ પર રાખતા કહ્યું.

 

"અને હા તારા ઓલા એકના એક નૈતિકને પણ તારી ખૂબ ચિંતા થઈ છે હો. પ્લીઝ એને ફોન કરીને તારા ખબર અંતર આપી દેજે નહીં તો એ પણ વાંધો પડી જશે." કહી પ્રથા જોર જોરથી હસવા લાગી.

 

"ઓ પ્રથા મેમ હસવા શું બેઠી છો? આપણા મેમ નીલીમા નીલીમા મેમ સાંભળશે ને તો આપણને ઊભા ચીરી નાખશે મધુરા તું પણ જલ્દી તૈયાર થઈને આવી જા નહીં તો મેમ માઇનસમાં પણ માઇનસ પોઇન્ટ શોધીને આપી દેશે" કહી ઋતુ પોતાની ડાયરી લઈ અને પ્રથાનો હાથ ખેંચતી બહાર નીકળી ગઈ.

 

કોઈને પણ મધુરાની વાત સાંભળવાનો ટાઈમ જ નહોતો. મધુરા ખૂબ જ ગભરાયેલી હતી તેણે હિંમત ભેગી કરીને બાથરૂમમાં જઈને જોયું બધું જ શાંત હતું ત્યાં કોઈ નહોતું પોતાનો વહેમ જ હશે. આમેય દિવસથી સતત કામ કરી રહી હતી જેમ તેમ નાસ્તો પતાવી તે પોતાની ડ્યુટી પર પહોંચી ગઈ બાકીની આખી સાંજ કામમાં નીકળી ગઈ બપોરે બનેલી ઘટના કામમાં મધુરા ભૂલી ગઈ.

*******

 

અડધી રાત થઈ ગઈ હતી. મધુરા પોતાની ડ્યુટી પૂરી કરીને પોતાની ફ્રેન્ડ સાથે હોસ્ટેલ રૂમ પર આવી ગઈ. આજનો આખો દિવસ કામમાં ગયો હતો. તે બપોર પછી નૈતિક સાથે પણ કોઈ વાત થઈ શકી ન હતી. ફ્રેશ થવા માટે બાથરૂમમાં આવી તો બપોરની ઘટના તાજી થઈ ગઈ પણ અત્યારે તે રૂમમાં એકલી ન હતી. પાછો રૂમ પણ બીજો હતો રૂમ સાથે બાથરૂમ અટેચ હતો. છતાં ડરના કારણે તેણે બધી ક્રિયાઓ ઝડપથી પૂરી કરી કપડાં બદલાવી તે બેડ પર આડી પડી ત્યાં પ્રથાને વાતો કરતા સાંભળી.

 

"હા પણ ડે ટાઈમમાં, છોકરી તો મેં જોઈ છે પોતાની માં ની સેવા પણ મન લગાવીને કરતી હતી. રાતના ખબર નહિ ક્યાં જતી રહી હશે, હજી સુધી એનો કોઈ પતો લાગ્યો નથી અને  હોસ્પિટલમાં એની કોને ચિંતા હોય. એક માં હતી એ પણ મરી ગઈ."

 

"ઓહો અરે, આ લાઈટને શું થઈ ગયું? કેમ ચાલુ બંધ થાય છે અને આ બારી મે બંધ કરી હતી તોય ખુલી ગઈ ઋતુ જલ્દીથી ઊભી થઈ અને હવાને કારણે પછડાતી બારી બંધ કરી દીધી બારી બંધ થતા ની સાથે જ લાઈટો પણ બરોબર થઈ ગઈ.

 

"પ્રથા ચાલ તારી દુનિયા ભરની પંચાત બંધ કરી સૂવાનું કર મને તો ખૂબ ઊંઘ આવે છે." ઋતુએ રૂમની લાઈટો બંધ કરી નાઈટ લેમ્પ ચાલુ કરી દિધો.

 

થાકેલાં ત્રણેયને જલ્દી જ ઊંઘ આવી ગઈ. મધુરાનો પલંગ બારી પાસે જ હતો. અડધી રાત્રે ઊંઘમાં જ મધુરાને લાગ્યું કોઈ રડી રહ્યું છે, તેણે આંખ ખોલી અને તેનું હૃદય ધબકારો ચૂકી ગયું. તે ઓપરેશન થિયેટરમાં હતી. ઓપરેશન થિયેટરનો ઝાંખો પ્રકાશ પોતાની હાજરી પુરાવતો ડરાવી રહ્યો હતો. પોતે ક્યાં આવી ગઈ છે એ તેને સમજાતું નહોતું. આ ઓપરેશન થિયેટર તેને અજાણ્યું લાગ્યું. પહેલા ક્યારેય પણ તે અહીં આવી ન હતી મધુરા ગભરાયેલી હાલતમાં એક ખૂણે ઊભી આખા ઓપરેશન થિયેટરમાં નજર ફેરવી રહી હતી, ત્યાં એક ખૂણે તેની નજર આવીને અટકી ગઈ. એક નહીં પણ સિવાયલા હોઠ વાળી કેટલીય છોકરીઓ તેની સામે જોઈ રહી હતી. તે દરેકના ચહેરા પર પીડા અને ભય દેખાતા હતા. માથા પરના ઘા માંથી લોહી નીતરતું હતું. દબાયેલા અવાજે રડતી હતી. ચીસોની સરવાણી મધુરાના ગળામાંથી નીકળવા લાગી પણ અજીબ વાત એ હતી કે અવાજ તેના ગળામાંથી નીકળતો ન હતો. તેણે ભાગવાનો પ્રયત્ન કર્યો પણ તેના પગ ત્યાં જ જોડાઈ ગયા હતા. તેનો કોઈ પણ બચાવ નો પ્રયત્ન ફાવતો ન હતો.

 

ત્યાં જ ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો ડોક્ટર નૈતિક ડોક્ટર નીલિમા અને ડોક્ટર ધીરજ અંદર આવ્યા. તેમની સાથે બે નર્સ પણ હતી ઓપરેશન થિયેટરમાં બે પેશન્ટ લાવવામાં આવ્યા એ બંને સ્ત્રીઓ જ હતી. સ્ટ્રેચર ધકેલતા બે વોર્ડ બોય અંદર આવ્યા, અંદર આવીને ઓપરેશન થિયેટર નો દરવાજો બંધ કરી દીધો અને દરવાજાને કાળા જાડા પડદા બંધ કરી દીધા. મધુરાએ નૈતિક સાથે વાત કરવાનો મદદ લેવાનો પ્રયત્ન કર્યો પણ,અજીબ વાત તો એ હતી કે મધુરા આ બધું જોઈ શકતી હતી પણ મધુરાને કોઈ જોઈ શકતું ન હતું.

 

સીવાયેલા હોઠ વાળી બધી જ છોકરીઓ મધુરાની પાસે આવીને ઉભી રહી ગઈ. મધુરાને લાગ્યું તે ભયને કારણે બેભાન થઈ જાશે. પણ એક પણ પરિસ્થિતિ તેના હાથમાં ન હતી. એક છોકરીએ મધુરાના ખભા પર હાથ રાખ્યો. મધુરા ખૂબ ડરી ગઈ પણ તે દૂર ખસી શકી નહીં. તેણે એ છોકરીને સામેની સાઈડ હાથ ચિંધતાં જોઈ. તેણે એ બાજુ નજર કરી ત્યાં ઓપરેશન ચાલુ હતું. ઓપરેશન દરમ્યાન ડોક્ટર્સ વચ્ચે થઈ રહેલી વાતો પણ મધુરા સાંભળી શકતી હતી.

 

"નૈતિક, જો તે અનેસ્થેસિય બરાબર આપ્યો છે ને ?"

 

"યસ મેમ, બને ને અનેસ્થેસિયા અપાઇ ગયો છે.

 

"ગુડ, ડોક્ટર ધીરજ નૈતિકને કામ ફાવી ગયું છે. હવે એની ઇન્ટર્સીપ પૂરી થાય એટલે આપણી જ હોસ્પીટલમાં જોડી દેવો છે. એનાથી આપણું આ ખાસ કામ નિરંતર ચાલ્યા જ કરશે."

 

"હા ડોક્ટર નીલિમા એ બધી વાતો પછી અત્યારે અહીં ધ્યાન આપો. નૈતિક બધા કેસોની ફાઈલો તો સાચવીને રાખી છે ને, જો કોઇના હાથમાં આવી ગઈ તો જેલ જવાનો વારો આવશે."

 

"હા સર, ચિંતાનું કોઈ કારણ નથી. બઘું જ ચોક્કસ અને સેફ છે."

 

"નૈતિક તને આ લેડી ક્યાંથી મળી આવી. આ તો બહુ કામની છે."

 

"સર, મંદિરોમાંથી ખાલી ચપલ જ મળે છે એવું થોડી જ છે, એકલા અટુલા દુઃખી લોકો પણ મળી જ જાય છે. આને કામની જરૂર હતી, કામની લાલચ આપીને લઈ આવ્યો અને આપણને કામ લાગી ગઈ." ત્રણેય લુચું હસ્યા.

 

કલાકમાં ઓપરેશન પૂરું થયું ત્રણેય ડોક્ટર્સ જતા રહ્યા. પાછળ રહેલા. વોર્ડ બોય અને નર્સ બોડીની સાફસફાઈના કામે લાગ્યા. એક દર્દીને બંને નર્સ સ્ટ્રેચરમાં નાખીને લઈ ગયા. બીજીને બોડી બીજા સ્ટ્રેચર પર હતી જેના પર નજર પડતાં જ મધુરા ચમકી ગઈ. તે સ્ત્રી મારી ગઈ હતી. તેના હોઠ સીવાયેલા હતા. તેમાંથી જ એક તેજ પ્રકાશ છૂટો પડી દૂર જતો મધુરા જોઈ રહી. અચાનક તેને લાગ્યું કે તેના ખભા પર કોઈ હાથ મારી રહ્યું છે. તે ભયથી ધ્રુજીતી પાછળ ફરી.....

 

તે જોતી જ રહી ગઈ. હોસ્પીટલના પાછળના મેદાનમાં તે એકલી ઊભી હતી. આજુબાજુથી દબાયેલા રુદનનો અવાજ સંભળાઈ રહ્યો હતો, પણ કોઈ દેખાતું ન હતું. વાતાવરણમાં અજીબ ઠંડક હતી. મધુરા ઠંડકને કારણે અને વધારે તો ભયને કારણે ધ્રુજી રહી હતી. તેને બધું જ સપના જેવું લાગતું હતું. તેણે ચારે બાજુ જોયું દૂર દૂર સુધી કોઈ પણ ન હતું. ચંદ્રના પ્રકાશ સિવાય બીજો કોઈ પ્રકાશ પણ ન હતો. તમરાઓનો અવાજ સોઇની જેમ કાનમાં વાગતો હતો. તેણે ફરી પાછી ભગવાન ઈચ્છા થઈ આવી પણ તે સમજી ગઈ હતી કે તે ભાગી શકશે નહિ.

 

હોસ્પિટલની પાછળનું આ અવાવરૂ મેદાન કોઈ પણ ઉપયોગમાં આવતું ન હોવાને કારણે અહીં લાઈટ પણ બંધ પડી હતી. મેદાનમાં એક ભાગમાં ખોદેલો એક ખાડો તૈયાર હતો. બે વોર્ડ બોયને પ્લાસ્ટિકમાં લપેટાયેલું બોડી અને એક બીજી નાની પ્લાસ્ટિકની થેલી ઉંચકીને આવતાં જોયા. ખાડામાં બોડી ડમ્પ કરીને હાથમાં રહેલી બીજી નાની થેલીને એ બોડી પર ખાલી કરી દીધી. પછી માટી ભરીને ખાડો ઢાંકી દીધો અને જેમ આવ્યા હતા તેમ અંધારામાં ઓગળી ગયા. મધુરા ભરાયેલા ખાડા પાસે ઉભી ઉભી જોઈ રહી હતી, અહી શું ચાલે છે તે વિચારી રહી હતી  ત્યાં આજુબાજુ ના ખાડામાંથી સીવાયેલા હોઠ વાળી છોકરીઓ બહાર આવવા લાગી મધુરાની આજુબાજુ ટોળું વધવા લાગ્યું, તે આખા ટોળામાં ઢંકાઈ ગઈ તેનો ભય વધવા લાગ્યો તે જોર જોરથી ચીસો પાડવા લાગી પણ અવાજ એના ગળામાં જ અટવાઈ ગયો.

 

"એક હળવી ચીસ તેના ગળામાંથી નીકળી ગઈ એ સાથે જ તેની આંખો ખુલી ગઈ તે પોતાના બેડ પર જ બેઠી થઈ ગઈ.

ઓહ...ઓહ  આ એક સપનું હતું, માત્ર એક સપનું.પણ ભયાનક સપનું" તે બેડ ઉપરથી ઊભા થતાં બબડવા લાગી. આખા શરીરે તે પરસેવાથી નાહી ગઈ હતી. તેનું માથું ખૂબ દુખતું હતું. શરીર મણનું વજન ઉપાડયું હોય તેમ થાકીને લોથ થઈ ગયું હતું. ગળું સોસાઈ રહ્યું હતું. પાણી પીવાની ઈચ્છાથી તે ઊભી થઈ. અને તેની નજર તેના કપડાં અને પગ પર પડી. બધું જ માટી વાળું ન હતું તો આ બધું સાચું હતું જે કંઈ પણ તેણે જોયું એ બધું જ સાચું હતું પણ શું આ ઘટના માત્ર તેની સાથે જ થઈ હશે કે કોઈ બીજું પણ આવા અનુભવમાંથી પસાર થયો હશ.?

 

તેને નૈતિક સાથે વાત કરવાનો વિચાર આવ્યો. નૈતિક જ આમાંથી કોઈ રસ્તો કાઢી શકશે. ત્યાં મધુરાના ખભા પર કોઈએ હાથ રાખ્યો. મધુરાએ પાછળ ફરીને  જોયું તો તે પેલી જ સીવાયેલા હોઠ વાળી છોકરી ઉભી હતી અને તે ના માં માથું હલાવી ના પાડી રહી હતી. મધુરાએ હવે છોકરીને ધ્યાનથી જોઈ, અરે આ તો પેલી વોર્ડ નંબર દસ વાળી દર્દીની દીકરી. તેમ મનમાં વિચારી રહી સાથે છોકરી એ પણ માથું હલાવીને હા પાડી તું મરી ચૂકી છો મધુરાએ મનમાં જ પ્રશ્ન કર્યો છોકરી એ પણ માથું હલાવીને હા પાડી. અને પેલી છોકરી હવામાં જ અદ્રશ્ય થઈ ગઈ.

 

ત્યાં પ્રથાનો અવાજ સંભળાયો "શું છે મધુરા એકલી એકલી કેમ બોલ્યા કરે છે, ફરી પાછું તને કંઈ થયું કે શું?."

 

"ના કંઈ નહીં એ તો ખાલી એક સપનું હતું અને બસ હું જાગી ગઈ."

 

"ઓકે" કહી પ્રથા ફરી પાછી સુઈ ગઈ પણ મધુરાની આંખે ઊંઘ ઊડી ગઈ હતી. પોતે જોયેલું ઓપરેશન, એ રીબાતી છોકરીઓ બધું જ ફરી ફરીને એની આંખ સામે આવતું હતું. બધું જ એ સમજી ગઈ હતી પણ બધાનો પડદાફાશ કેવી રીતે કરવો એ તેને સમજાતું નહોતું આમાં પાછું તેને ગમતો નૈતિક પણ ભળેલો હતો. આવતા મહિને બંનેની સગાઈ પણ થવાની હતી 'ઓહ .....ઓહ....'હવે સમજાયું.  કદાચ એટલે જ આ બધી છોકરીઓ એને દેખાતી હતી. દસ નંબરના બોર્ડમાં અઠવાડિયા માટે તેની અને નૈતિકની ડ્યુટી સાથે જ હતી અને તેથી જ પેલી છોકરી તેને બરાબર ઓળખતી હતી. કોઈપણ કિંમતે તે આ બધી છોકરીઓને મદદ કરીને જ રહેશે, મધુરા એ જેવો મદદનો નિર્ધાર કર્યો કે તેને પોતાના કાકાનો દીકરા ભાઈને બધી વાત કરવાનો વિચાર આવ્યો. તેનો ભાઈ વરુણ પોલીસમાં મોટી પોસ્ટ પર ઓફિસર હતો. જોકે લાંબા સમયથી તેમના પરિવારો વચ્ચે વાતચીત બંધ હતી. પણ સારા કામ માટે, કોઈને મદદ કરવા માટે બધું જ ભૂલી શકાય એમ હતું તેણે તરત જ ગૂગલ પરથી તેના ભાઈના પોલીસ સ્ટેશનનો નંબર શોધી કાઢયો. ત્યાં ફોન કરી ભાઈનો મોબાઈલ નંબર મેળવી લીધો.

 

રૂમની બહાર જઈ, એક સેફ જગ્યા શોધી તેણે વરુણને ફોન કર્યો. વરુણને મધુરાના ફોનથી ઘણી જ નવાઈ લાગી. મધૂરાએ પોતે અનુભવેલી ઘટના છૂપાવીને. પોતે બનાવેલી લાગતી વળગતી વાતો પણ સત્ય હકીકત જણાવી દીધી. સાથે નૈતિક અને પોતાના સબંધોની ચોખવટ પણ કરી.

 

"મધુરા તે કહ્યું કે હોસ્પિટલમાં ચાલતા કોભાંડના કાગળો અને જરૂરી ફાઈલો નૈતિક પાસે સચવાયેલી છે. તું કોઈ પણ રીતે એ મેળવીને મારા સુધી તેની સ્કેન કોપી પહોંચાડ આપણે કાલને કાલ એ લોકોને પકડવા પડશે નહીં તો ફરી પાછો કોઈ નિર્દોષનો જીવ લઈ લેશે. અને એક બીજી વાત તારે પોતાનું પણ ધ્યાન રાખવાનું છે. આમાં કેટલાય લોકો ભળેલા હશે જેને આપણે ઓળખતા નથી, એટલે બીજા કોઈને તારે વાત કરવાની નથી. હું સવારે જ હોસ્પિટલમાં પહોંચી જઈશ. હું પહોંચી જાવ પછી તને બે મિસ કોલ કરીશ પછી જ તારે નૈતિક પાસેથી ફાઈલ કઢાવવાનું કામ કરવાનું છે. ઓકે, બરોબર સમજી ગઈ ને?"

 

"ઓકે, ભાઈ હું તમારી રાહ જોઇશ થેન્ક્યુ વેરી મચ ભાઈ."

 

"અરે, એમાં આભાર વિધિ ન હોય. આ તો દેશ રહેવાનું કામ છે ભલે મતભેદ હોય પરિવારમાં, પણ આ કામને કારણે કદાચ આ મતભેદ પણ દૂર થઈ જશે. ચાલ બાય."

 

"બાય ભાઈ" વાત કરીને મધુરાને ઘણી જ નિરાતનો અનુભવ થયો. સમય ઓછો હતો સવાર પડવા આવી હતી તેણે ઝડપથી પોતાની દૈનિક ક્રિયાઓ પતાવી અને નૈતિકના રૂમ પર પહોંચી ગઈ. નૈતિક તૈયાર થઈને ચા નાસ્તો કરી રહ્યો હતો.

 

"ઓહો! શું વાત છે નૈતિક અમને તો નાસ્તો કે ચા કેન્ટીનમાં જ કરવા જવું પડે છે, અને તમને તો અહીં મહારાજાની જેમ રૂમ પર જ નાસ્તો મળી જાય છે."

 

નૈતિક હશે અરે મધુરા તું બહારથી અહીં પ્રોજેક્ટ માટે આવી છું અને હું અહીં ઇન્ટરશીપ કરી રહ્યો છું અને ડોક્ટર નિધિમાં મારા ફઈ થાય છે એ તો તને ખબર જ છે બોલ તારી તબિયત હવે કેમ છે?. કાલે બેભાન થઈ ગઈ હતી એવું સાંભળ્યું હતું."

 

"હા, આજે કંઈક બરાબર છે પણ થોડા ચક્કર હજી પણ આવે છે મધુરાએ માથા પર હાથ રાખીને જવાબ આપ્યો."

 

નૈતિક નાસ્તો કરીને હજી ઉભો જ થયો હતો કે ડોક્ટર નીલિમા હાથમાં એક ફાઈલ લઈને આવી પહોંચ્યા નૈતિકને આખોના ઇશારાથી જ ફાઈલનું મહત્વ સમજાવી મધુરાને હાય કહી જતા રહ્યા. નૈતિકે ફાઇલ વાંચીને કબાટ ખોલી એના લોકરમાં ફાઈલ રાખી દીધી. ત્યાં જ મધુરાની નજર સીવાયેલા હોઠ વાળી છોકરી પર પડી તે ફાઈલ સામે જોઈ મધુરાને ઈશારોર કરી રહી હતી. મધુરા પણ તેને આંખોથી હકારમાં જવાબ દઈ દીધો. લોકર બંધ કરીને નૈતિકે  ચાવી પોતાના ગજવામાં રાખી ત્યાં જ મધુરાના મોબાઈલ પર બે મિસકોલ આવ્યા. મધુરા ફોન લગાવી વાત કરવાનું નાટક કર્યું. અને એક જોરદાર ચક્કર આવ્યા હોય તેમ જમીન પર બેસી ગઈ. નૈતિકે તેને ટેકો આપીને પલંગ પર બેસાડી કોફી બનાવી પીવડાવી. ત્યાં એક વોર્ડ બોય આવીને ઈમરજન્સી માટે નૈતિકને બોલાવી ગયો મધુરા માટે હવે કામ સહેલું થઈ ગયું. હળવેથી એણે લોકરની ચાવીઓ પણ નૈતિકના ખિસ્સામાંથી લઈ લીધી હતી. કબાટ ખોલી લોકર ખોલીને બધી જ ફાઈલો તેણે પોતાના કબજે કરી લીધી.

 

હોસ્પિટલના મેઈન દરવાજે વેઇટિંગ એરિયામાં પહોંચીને મધુરાએ વરુણના હાથમાં સીધી ફાઈલોજ સોંપી દીધી. વરુણે પોતાના વિશ્વાસુ અધિકારીઓના હાથે ડોક્યુમેન્ટની કોપીઓ બનાવી, અને સ્કેન કોપી મોકલી સર્ચ વોરંટ મેળવવાનું કામ શરૂ કરી દીધું. પણ સર્ચ વોરંટની રાહ જોયા વગર વિશ્વાસુ અધિકારીઓ સાથે પોલીસનું એક નાનું દળ લઈ સીધો છાપો જ માર્યો. અને આ આખીયે કાર્યવાહીનું પણ તેણે રેકોર્ડિંગ કર્યું. નૈતિક અને બીજા બંને ડોક્ટર એ જ છુપા ઓપરેશન થિયેટર માંથી પકડાયા. જે હોસ્પિટલના સ્ટોર રૂમ ની બાજુમાં અલગથી બનાવવામાં આવ્યો હતો. જેના વિશે હોસ્પિટલ ના બીજા ડોક્ટરને ખબર ન હતી. હોસ્પિટલનું પાછળનું મેદાન ખોદતા તેમાંથી નેવું જેટલી સ્ત્રીઓની બોડી મળી આવી હતી.

 

હવે સમય હતો કબૂલાતનો

 

હોસ્પિટલમાં જ કબુલાત નામુ રેકોર્ડ કરવામાં આવ્યું હોસ્પિટલમાં ગેરકાયદેસર ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવતા હતા. તેમાં ડોક્ટર નીલીમા અને નૈતિક જેવા ઘણા ડોક્ટર્સ સામેલ હતા. ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે ગરીબ, એકતા સ્ત્રીઓનો શિકાર કરવામાં આવતો હતો. જેને કોઈ શોધવા વાળું ન હોય. ઘણા સ્ત્રી કેન્દ્રો અને વિધવા આશ્રમો પણ આમાં સામેલ હતાં. મોટેભાગે સ્ત્રીઓ વિરોધ કરવામાં નબળી પડતી હોય છે. એટલે જલ્દીથી જાળમાં ફસાઈ જાય છે. હોસ્પિટલમાં મુખ્ય કિડની અને ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવતું હતું. જેની મોટી રકમ વસૂલવામાં આવતી હતી. કામ પતી ગયા પછી ઉપાડીને કે ભોળવીને લઈ અવાયેલી છોકરીઓને મારી નાખવામાં આવતી. ઘણી તો ઓપરેશન દરમ્યાન જ મારી જતી હતી. ડોક્ટર ધીરજ ને આવી સ્ત્રીઓના હોઠ સીવી નાખવામાં મજા આવતી હતી. મારી ગયેલાનેં મીઠું નાખીને દાટી દેવામાં આવતી હતી.

 

ત્રણેય ડોક્ટરની સાથે લગતા વળગતા અન્ય ટેકનીશિયનો અને લોકોની ધરપકડ કરવામાં આવી. બધાને હથકડી પહેરાવીને લઈ જવામાં આવ્યા. ત્યારે સીવાયેલા હોઠ વાળી છોકરીઓનું ટોળું આંખોમાં આભારના આંશું સાથે મધુરાને જોઈ રહ્યું હતું. વરુણે આ બધામાં મઘુરાનું નામ બહાર આવવા દીધું ન હતું.

 

દિવસ ક્યાં પૂરો થઈ ગયો એ ખબર જ ન રહી. મધુરા ફરી પાછી પેલા જ ડોક્ટર્સના રેસ્ટરૂમમાં ફ્રેશ થવા પહોંચી, તો સામે સીવાયેલા હોઠ વાળી છોકરીઓ તેનો આભાર માનવા તેની રાહ જોઈ રહી હતી. દરેક દિવ્ય આત્માઓએ બે હાથ જોડી આભાર માન્યો. સામે મધુરાએ પણ હાથ જોડી આભાર માન્યો. આખરે એ પણ નૈતિક જેવાના હાથમાં જતાં બચી ગઈ હતી. બધી જ છોકરીઓ પ્રકાશ પુંજ બની પ્રકાશમાં ભળી ગઈ. મધુરા આત્મ સંતોષ સાથે પોતાના કામ માટે આગળ વધી ગઈ.

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ