વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આત્માનો સાથ

"આત્માનો સાથ"


મારા જીવનભરનો સાથ તું, 

મારા શ્ચાસનો ધબકાર તું. 


મારા રોમેરોમમાં વણાયેલો તું, 

તારા થકી તો જીવિત છું હું 


મારા સુખ દુઃખનો સાથી તું, 

મારો જીવન દાતા પણ તું. 


તું એટલે હું અને હું એટલે તું, 

તો તારા  વિના કશું જ નથી હું, 


તારા દિવ્યતેજનુ બિંદુ છું હું, 

ને "તેજબિંદુ" નો આત્મા છો તું 





બિંદિયા જાની (તેજબિંદુ) 



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ