વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અનુ

આમ તો એનું નામ અન્નપૂર્ણા. પણ..... લાડમાં બધાં એને અનુ એવા હુલામણા નામે બોલાવતા. સામાન્ય રૂપ રંગ ધરાવતી અનુ
સૌને ગમતી....! ગામની જ શાળામાં પ્રાથમિક અભ્યાસ કરી લીધો.આઠ ધોરણ પૂરાં કરીને નવમા ધોરણમાં આવી અનુ. પણ...
નવમું ધોરણ ભણવું હોય તો બાજુનાં ગામની હાઈ સ્કુલમાં જવું પડે. માં વગરની અનુને ઘરે કામ પણ પહોંચતું. અનુ તેનાં પિતા અને દાદીમા સાથે રહે.પિતાને નાની એવી ખેતી. જેમાં ત્રણેયનું ગુજરાન
ઠીક ઠીક રીતે ચાલે. અનુની બધી બહેનપણીઓ નવમું ધોરણ ભણવા અનુને સમજાવતી.પોતાને પણ ભણવાની ઘણી ઈચ્છા.પરંતુ
પોતાના ઘરની પરિસ્થિતિ જાણતી અનુ વાતને ટાળ્યા કરતી.

સરકારી યોજના અંતર્ગત નવમાં ધોરણમાં ભણતી તેની
બધી બહેનપણીઓને મફત સાયકલ મળી. તે બધીને સાયકલ લઈને
સ્કૂલે જતી જોઈને અનુને પોતાની માતા બહુ જ યાદ આવતી.માને
યાદ કરીને અનુની આંખમાંથી બોર બોર જેવડાં આંસુ દડ દડી રહ્યા.
ત્યાં જ કોઈના પગનો અવાજ સાંભળીને અનુએ પોતાના દુપટ્ટાથી
આંખ લુછી નાખ્યા. અનુના પિતાએ તેને ઉભી કરી. માથે હાથ મૂકી ને પોતાની માતાના સમ આપીને રડવાનું કારણ પૂછ્યું. ત્યારે અનુને
ગળે ડૂમો ભરાઈ આવ્યો....! તેનાં પિતાએ માતાના મૃત્યુના સાતમા
મહિને અનુને ગળે લગાવી..! માતાના મૃત્યુ પછી અનુએ પહેલી જ
વાર પોતાનાં પિતાને આમ રડતાં જોયાં. પોતાના પિતાને રડતાં જોઈને અનુને પોતાની મરતી માં ના શબ્દો યાદ આવ્યાં....

" અનુ... મારી દીકરી.... હવે મને નથી લાગતું કે હું જાજુ જીવી શકું. બેટા.... તું પણ હજુ ઘણી નાની છું મારી દીકરી. તને ભણાવી
ગણાવીને મોટી મેડમ બનાવવાનું મારૂં સપનું પૂરું નહીં થાય.... તું તો
બહું ડાહી છું ને મારી દીકરી...? તારાં પિતાનું ધ્યાન રાખવાની જવાબદારી તને સોંપીને હું નિરાંતે મરી શકીશ....!"

અનુએ તેનાં પિતાના આંસુ લુછયા....પણ તેનાં પિતાથી
પોતાના રડવાનું કારણ છુપાવીને હસતી હસતી ઘરમાં ગઈ. આવું જ
એક વચન તેની માતાએ પોતાનાં પતિ પાસે પણ લીધેલું....

" મારી અનુનું ધ્યાન રાખજો. તેની આંખમાં પાણી ન આવે તે જોવાની જવાબદારી હવે તમને સોંપીને જાઉં છું.....!"

અનુનાં પિતાએ પોતાની પત્નીને આપેલું એ વચન યાદ આવ્યું.....! હવે અનુ તો કંઇ બોલશે નહીં...પોતેજ જાણવું
પડશે.... આવું વિચારીને રમણ સતત અનુ પર નજર રાખવા લાગ્યો.
સ્કૂલ નાં સમયે સાયકલ લઈને જતી તેની બહેનપણીઓને રોજ
દુર સુ દૂર સુધી જતી જોઈ રહેવું... અને ત્યારબાદ આંખના ખૂણા
લુછતી અનુને જોઇને રમણ એટલે કે અનુના પિતાની સમસ્યા નુ
સમાધાન થયું .અનુના રડવાનું કારણ કદાચ ...! પોતાને કેમ આ વાત આજ સુધી ન સમજાઈ...?

ખેતરે જતાં પહેલાં રમણ પોતાના ગામની પ્રાથમિક
શાળાનાં માસ્તર સાહેબને મળવાનું નક્કી કર્યું. મોડું તો ઘણું થયું છે
પણ.... સાહેબ કંઈક રસ્તો જરૂર સુજાડશે એ આશાએ નીકળી
પડ્યો...! માસ્તર સાહેબ પોતે બાજુના ગામની હાઇસ્કૂલમાં જશે
અને અનુને પ્રવેશ કરાવશે. રમણ નાં માથેથી જાણે કે મણ એકનો
બોજ ઉતરી ગયો. અનુ ભણવામાં ખુબ જ હોંશિયાર....એટલે
પ્રાથમિક શાળાના માસ્તરને વિશ્વાસ છે કે અનુને નવમા ધોરણમાં
પણ વાંધો નહીં આવે.અઘરું જરૂર પડશે કારણકે પાંચ મહિનાનું
ભણતર બગડ્યું છેે. પ્રથમ કસોટી હજુ બાકી છે એટલાં નસીબ સારા ગણાય....!

પ્રાથમિક શાળાના મોટાં સાહેબને જોઈને હાઈસ્કૂલ માં
બધાં રાજી થઈને તેમનાં પ્રિય સાહેબને પગમાં પડવા લાગ્યાં....!
કારણકે સાહેબ ગામમાં ઘણાં વર્ષોથી બધાંને પોતાનાં દીકરા જેવા
હેતથી ભણાવતાં હતાં. સાહેબ તેમનાં જૂનાં વિદ્યાર્થીઓને મળીને
સીધા જ પ્રિન્સિપાલ સાહેબને મળવાં તેમની ઑફિસમાં ગયાં.પ્રિન્સિપાલ નાની ઉંમરના અને બીજાં જિલ્લામાંથી થોડાં સમય
પહેલાં જ આવેલાં હોવાથી તેમની સાથેની આ પ્રથમ મુલાકાત હતી. હાઇસ્કુલના એક બે શિક્ષકો તેમનાં વિદ્યાર્થી હતાં તેઓ પણ
સાહેબને મળવાં ઑફિસમાં દોડી આવ્યાં.....! પ્રિન્સિપાલ સાહેબ
સાથે ઠાકર સાહેબનો પરિચય કરાવ્યો અને અહીં સુધી આવવાનું
કારણ પૂછયું. ઠાકર સાહેબે અનુની નવમાં ધોરણમાં અભ્યાસ શરૂ
કરાવવાની વાત કરી....! પહેલાં તો પ્રિન્સિપાલ સાહેબે આનાકાની
કરી કારણકે પ્રથમ કસોટીની તારીખ પણ આવી ગઈ છે....હવે
કેવી રીતે શક્ય થઈ શકે...? પણ જ્યારે ઠાકર સાહેબે અનુની ઘર
ની હાલત વિષે અને હાઈસ્કૂલના બીજાં શિક્ષકોએ તેને એક્સ્ટ્રા
સમય ફાળવીને ભણાવવા ની જવાબદારી લીધી એટલે અનુનુ નવમાં ધોરણમાં એડમીશન થઈ ગયું. સરસ્વતી સાધના યોજના અને અન્ય યોજનાઓનો લાભ જે તેને મળવા પાત્ર હોય તે આપવાની વિનંતી કરીને તથા બધાનો આભાર માનીને ઠાકર સાહેબ
પાછાં ફરી રહ્યાં હતાં ત્યાં રમણ પણ સાહેબને મળવાં જ આવી રહ્યો હતો.

માસ્તર સાહેબનાં મોંઢે અનુના પ્રવેશના સમાચાર સાંભળીને રમણે એકદમ આકાશ તરફ નજર કરી. જાણે કે પોતાની
પત્ની જીવીને કહી રહ્યો હતો.....મને માફ કરી દે.તારા મૃત્યુ પછી
હું મારા કર્તવ્યને ભુલી ગયો હતો.પણ....હવે ફરીથી આવી ભુલ
ક્યારેય નહીં થાય.....!

રમણે જાણે કે પવન પાવડી પહેરી લીધી હોય તેમ પવન વેગે ઘર તરફ દોડી રહ્યો હતો...! પોતાની વ્હાલી દીકરી અનુને ખુશી
નાં સમાચાર આપવા.કેટલી ખુશ થશે મારી અનુ....! ત્યાંતો અનુ
હાફળી ફાફળી આવી...અને મને વળગીને રડવા લાગી..! કંઈ પણ
બોલ્યા વગર મને ઘર તરફ ખેંચવા લાગી...! નક્કી બાને કંઈક થયું
હોવું જોઈએ.અને....મારી ધારણા સાચી પડી. તાત્કાલિક વૈદ્યને બોલાવ્યાં. લૉ બીપી નાં કારણે ચક્કર આવવાથી પડી ગયાં અને થાપાના હાડકામાં હળવી તિરાડ આવી....! તલવારનો ઘા સોય થી
ટળ્યો.ઓપરેશન માંથી બચ્યાં.પણ....પંદર દિવસનો ખાટલો આવ્યો. હવે શું થશે....? કાલે તો અનુને સ્કૂલે મોકલવાની હતી...!
ગમે તે થાય પણ અનુ તો કાલથી સ્કૂલે જશે જ.
મક્કમ નિર્ધાર કરી લીધો રમણે...! અનુએ રસોઈ બનાવી. બાને રમણે ટેકો કરીને થોડાં બેઠાં કર્યાં.અનુએ ખીચડી દુધનું રબડુ બનાવ્યું અને તેમને પીવડાવ્યું.... પાણી પીવડાવ્યું અને મોઢું પણ
સાફ કરી દીધું... કારણકે હાથે બેઠો માર હતો.જે સરખું થતાં પણ
બે ત્રણ દિવસ થવાનાં. રમણ અનુને જોઈ રહ્યો હતો.... હસવા રમવાની ઉંમરે આખાં ઘરની જવાબદારી આવી છે....! અનુ વાસણ
માંજીને ઘરમાં આવી.

" અનુ...! કાલથી તારે સ્કૂલે જવાનું છે બેટા...! કાલે તું જઈશ એટલે ત્યાંના તારા મોટાં સાહેબને તું મળજે એટલે તને ચોપડાં આપી દેશે....!"

" પણ....રમણ....અનુ નિશાળ જશે તો મારી ચાકરી કોણ કરશે..?
અત્યારે હું સાવ પરસ્વાધીન થઈ ગઈ છું. "

" બાપુ (પપ્પા) ... હું ઘરકામ કરીશ... અને તમારું અને દાદીમાનું
ધ્યાન રાખીશ. મારે હવે આગળ નથી ભણવું ...!"

" ના અનુ. હું કાલે તારી નિશાળે ગયો હતો...! તારી નિશાળનો ટાઈમ ૧૧-૩૦ થી ૫-૩૦ નો છે. એટલે વાંધો નહીં આવે. તારે થોડી
તાણ રહેશે..પણ.... મારી અનુ હોશિયાર છે.. સાચું ને બા...?"

" પણ....રમણ..આઠ ચોપડી ભણીને અનુ..? વાંચતા લખતા શીખી
ગઈ એટલે બહું થયું..! છોકરીઓને જાજુ ભણાવીને કયાં પૈણાવીશ
આપણી નાતમાં જાજુ ભણેલી છોકરીનો કોણ હાથ જાલશે....?"

" બા....ગમે તે થાય .... મેં હવે આખરી નિર્ણય લઈ લીધો છે.મારે
અનુને આગળ ભણાવવી છેે.હું અને અનુ અમે બેય થઈને તમારી
ચાકરી કરીશું. તમારું ધ્યાન રાખવું એ અમારી જવાબદારી છે...!"

" બાપુ....મારે તો સ્કૂલે સવારે અગિયાર વાગે જવાનું ને... ત્યાં સુધી
માં હું બધું જ ઘરકામ કરી લઇશ...!"

ત્યાં તો અનુની બહેનપણીઓ પણ હરખાતી હરખાતી આવી.
તેઓએ પણ અનુને મદદરૂપ થવાની તૈયારી બતાવી....! અનુવાદ ઘરની એક પછીતે રહેતી જીવીની બહેનપણી હેમીએ પણ ડોશીમા
નું ધ્યાન રાખવાની જવાબદારી ઉઠાવી.....! અનુને હવે ભણતી કોઈ
નહીં રોકી શકે....

" સાહેબ ! મને સાયકલ તો મળશે ને....? "

" અરે અનુ ! કેમ નહીં ? સરકારને પણ મારી નાનકડી અનુને સાયકલ આપવી જ પડશે ! "

" સાહેબ ! તમારો આભાર માનું એટલો છે ! હું મારી માતાનું મોટી મેડમ બનવાનું સપનું પૂરું કરી શકીશ. સ્વપ્નનાં ગગનમાં ઊડતાં આ પંખીને પાંખો આપનાર આ દેવતાને કોટિ કોટિ વંદન....







.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ