વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વિશાળ ગગનનો પંથી

                    આજે યુગોની વિશાળતા ઘડિયાળના કાંટાની ત્વરિત ગતિથી દોડે છે, સ્વપ્નની પાંખે ઊડે છે. સમય ત્વરિત ગતિથી બદલાય છે. થોડાક જ સમય પહેલાંની શોધ આજે ભૂતકાળની ઘટના લાગે છે. ભારેખમ ટેલિફોન આજે હળવા ફુલ મલ્ટી સિસ્ટમ મોબાઇલ બની ગયા છે. હાર્ટ એટેકને પણ દગો દે એવી સર્જરીની શોધ થઈ ગઈ છે. આજે વિજ્ઞાનને આકાશ નાનું પડવા લાગ્યું હોય એમ જણાય છે. તેથી જ તો ઉપગ્રહોની સંખ્યા વધી છે.

                  માટે આપણે આગ્રહોની સંખ્યા ઘટાડવી પડશે. શિક્ષણનું ક્ષેત્ર માત્ર વર્ગખંડ પૂરતું સીમિત નથી. કોઇ એક ભાષાનું પણ માળખું જળવાશે કે કેમ એ એક વિચાર માંગી લે તેવી બાબત છે. આજે તો જેમ અણું ની લઘુતા જ એની વિશાળતા છે.  એમ શિક્ષણ સર્વલક્ષી અને સર્વગ્રાહ્ય બને તો જ વિદ્યાર્થી - ' વિશાળ ગગનનો પંથી ' બની શકે. માટે જડ ચોકઠાના વર્ગખંડ કે માળખા છોડી સંશોધનની, આંતરસૂઝની અને મૂક્ત અભિવ્યક્તિની કુશળતા શિખવે તેવા માળખા અને અભ્યાસક્રમની તાતી જરૂરીયાત છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ