વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગેંગ લીડર

બાળપણમાં શાળમાં મિત્રોની અલગ અલગ ટોળીઓ હોય જ. એકબીજી ટોળી ભણવામાં, રમવામાં, ઝગડવામાં સામસામે આવે. એમ મારી પ્રાથમિક શાળામાં ટોળીઓ હતી. વર્ગમાં એકવાર મોનીટરની ચુંટણી થવાની હતી. છોકરીઓની સંખ્યા ઓછી હતી. એક અમારી વિરોધી ટોળકીનો છોકરો ઉમેદવાર હતો અને એક છોકરી ઉમેદવાર હતી અમારી ટોળીએ છોકરી તરફ મતદાન કરી તેને જીતાડી. ત્યારથી માસ્તરે મારું નામ ગેંગ લીડર પાડી દીધું. ગામમાં નાની મોટી ફરિયાદ હોય તો પછી નામ અમારી ટોળીનું જ આવે. ગામનાં જે ખેતરમાં જઈ ચણા, બોર, સાંઠા, ખાવા હોય એ ખાતા. ગામમાં જમણવારમાં પણ અમારી બાળપણની ગેંગ આમંત્રણ કે અડધા વગર આમંત્રણે જમવા પોગી જતાં.....

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ