વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શોધ

આંખો ને તારી ને તને મારી આંખોની
ચાલી રહી છે શોધ,
ઝંખી ઝંખીને ઝંખું હું તુજને જ
કદીક તો તું મને શોધ !

હું મને જ મળવા ચાહું
પણ નિઃશબ્દ, નિસહાય,
નથી કરી શકતી
મારી જાતને જ અનુરોધ !

ક્યાં ખોવાઈ ગઈ હતી હું,
એવા તે કયા સુખની શોધમાં,
ઘડી બે ઘડી મન ચડે હિલોળે
ને વહી નીકળે અશ્રુધોધ !

ખુલ્લી આંખે જોઈ રહું દીવાસ્વપ્ન
ક્યારેક તો થશે પુન: મિલન,
નિદ્રા પણ લાગે અજાણી,
આ તે કેવો સ્વયં પ્રતિરોધ ?

સમય પારખી ને બદલાતાં આ જગનાં
વર્તન, વાણી સાથે નથી મારે કશો વિરોધ,
હું સ્વયંને મળું,
બસ નથી રહેતી બાકી કોઈ શોધ !

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ