વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સંતાપ

તેલ તારું તું હવે ભૈ માપને,

સત્ય જો છાપી શકે તો છાપને.


ભૂલવાનો ગુણ છે પણ ભૂલ્યો નહીં,

પ્રેમમાં ખાધી હતી એ થાપને.


ધૂંધળી આંખો જવાનીમાં બની,

શ્રેય એ સંતાપને કે આપને?


આવકારે છે હૃદય સૌને છતાં,

કમ નથી કર્યો તમારા વ્યાપને.


પીઠબળ છે સૌનું ઘરમાં એટલે,

છત સમુ સન્માન મળતું બાપને.


- નિશાન એમ. પટેલ ( સ્વાગત)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ