વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પતંગ

પતંગ


મળી હવાની લહર ને આભે લહેરાયો,

સ્વજનોના હાથે ચગી પતંગ ખૂબ ફુલાયો.


ડાબે-જમણે, ઉપર-નીચે ગુલાંટી ખાતો હરખાયો,


લંગસિયાને સુસવાટા મારી નીલ ગગનમાં છવાયો.


જરાક દોરીની ઢીલ મળતા વાદળોમાં સરકાયો,

પોતાનાઓને ગળેથી વેતરી કણાની જેમ ખુંચાયો.


પૂંછડીનો આધાર લઈને ઊંચે ને ઊંચે લહેરાયો, 

કાપાકાપી ને ઢીલ-ખેંચમાં ચારેબાજુથી ઘેરાયો.


ઢીલો પડ્યો દાવપેચમાં ને સગાંના હાથે વેતરાયો,


અજાતશત્રુ બનવાના મોહમાં ઊંધા માથે કપાયો.


ફાટી ગયું મસ્તક ને ખૂણે બેસી શરમાયો,

અહમના ખોટા ભારથી ઉગતો પતંગ કપાયો.


હનિફ એ. મેમણ (રાજ) ડીસા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ