વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મકરસંક્રાતિ



ખેંચાખેંચમાં 

કપાય છે પતંગ 

સંબંધ પણ


ઊડે નભમાં

પતંગ, અગાશીમાં

મનડું મારું


ભરાય હવા

ઊડે માનવી પણ 

પતંગ જેમ


બહુ ઊડશો 

પતન છે નિશ્ચિત 

કહે પતંગ


રંગબેરંગી 

પતંગ જાણે ફૂલો 

ખીલ્યા આકાશે


સનબાથનો 

છે સુંદર લહાવો 

ઉતરાયણે


વિટામિન ડી

સાથે કરો ઉજાણી

ઉતરાયણે????????









ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ