વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧

પહેલો અક્ષર કાઢી ને વાંચો

 ધર્મેશ ઓઝા  

 

પ્રસ્તાવના

      ગુજરાતી ભાષા નો વૈભવ કઈક અનેરો છે.આમાં  થોડી ગમ્મત થાય તેવા થોડા વાક્યો લખવા પ્રયત્ન કરેલ છે.આપને અને આપના બાળકો ને  જરૂર ગમશે.

 

૧. કાકડી કાનમાં પહેરાય છે.

૨. ઉંદરમાં ઉંદર રહે છે.

૩. ચાબુક પરીક્ષામાટે ઉપયોગી છે.

૪. કારણમાં ઝાઝવાના નીર દેખાય છે.

૫. સંદેશનું ગૌરવ હોવું જોઈએ.

૬. પહેલો બોલી ફોનમાં વાતની શરૂઆત કરાય છે.

૭.  બેગમના રાખી પોઝીટિવ બનવું.

૮. કાજલને બચાવવું જૉઈએ.

૯. બટેટા વડ પર થાય છે.

૧૦. વાટકો વાળંદ બનાવે છે.

૧૧. ઝવેરી ઘા વખાણે.

૧૨. ઉતર દુધ માથી નીકળે છે.

૧૩. દીવાલ એ કઠોળનો પ્રકાર છે.

૧૪. બહાર પચાવવી અઘરી છે.

૧૫. જમીન એ એક રાશી છે.

૧૬. વિચાર પાયા પલંગને હોય છે.

૧૭. છોકરા વરસાદ સાથે આવે છે.

૧૮. કવરને વહુના લગ્ન કરાવવામાં આવે છે.

૧૯. લાકડા હાથમાં પહેરાય છે.

૨૦. જીવન માં પશુઓ રહે છે.

૨૧. આધાર છરીની તેજ હોવી જૉઈએ.

૨૨. યુવાન બધાનો કાળો, ગોરો હોય છે.

૨૩. સપાટીમાં લખાય છે.

૨૪. હજાર કબૂતર ખાય છે.

૨૫. ચોરસ કેરીમાથી નીક્ળે છે.

૨૬. વજન ગણના દર દસ વર્ષે થાય છે.

૨૭. લંબાઈ રસોઈ બનાવે છે.

૨૮. તરંગથી હોળી રમાય છે.

૨૯.હાજર, જમીન ને જોરુ છે કજિયા ના છોરું.

૩૦. પ્રવાસ ગંદકી ની હોય છે.

૩૧. ખરાબ પીવાથી શક્તિ આવે છે.

૩૨. લોખંડના નામ એશિયા, આફ્રિકા, યુરોપ વગેરે છે.

૩૩. દબાણ તો અર્જુન નું ચોક્કસ હતું.

૩૪. નકલને ગુજરાતીમાં કાલ કહેવાય છે.

૩૫. આભાર વિનાનું ભણતર હોવું જોઈએ.

૩૬. ભૂગોળ શેરડીમાથી બને છે.

૩૭. દુકાનમાં કડી પહેરાય છે.

૩૮. મેદાન પુણ્ય કરવું જોઈએ.

૩૯. ગુવારના નામ સોમ,મંગળ,બુધ, વગેરે છે.

૪૦.મકાનથી સાંભળી શકાય છે.

૪૧.રાકેશમાં તેલ નાખવું જોઈએ.

૪૨.સંદીપ તો ભગવાન પાસે કરવો જોઈએ.

૪૩.હેતલનો લાડુ ઉતરાયણમાં ખવાય છે.

૪૪ ગૌશાળા માં બાળકો ભણે છે.

૪૫. ઝઘડામાં પાણી ભરાય છે.

૪૬. પ્રયોગ થી શાંતિ થાય છે.

૪૭. પહેલી – સાત દિવસ વરસાદ વરસે તેને કહેવાય છે.

૪૮. પ્રકાર માં સીટ બેલ્ટ બાંધવો જોઈએ.

૪૯. મકાનના ડોક્ટર ને ઇએનટી કહેવાય.

૫૦.સિતાર થી ઇલેક્ટ્રિસિટિ આવે છે.

૫૧.ચીમનીનો ઉપયોગ ધ્યાનથી કરવો જોઈએ.

૫૨. કપાસ થતાં આગળના ધોરણમાં ભણવા મળ્યું.

૫૩. જુવાર સાત છે.

૫૪.ખોપરી એ કાલ્પનિક પાત્ર છે.

૫૫. કાતરમાથી ઘી બને છે.

૫૬. દુકાનમાં બહેરાશ આવે છે.

૫૭. ટાવર વગરની જાણ નકામી.

૫૮. પવનમાં આગ લાગે છે.

૫૯. કપાળ બાંધવાથી ખેતરમાં પાણી આવતું નથી.

૬૦. આંબલી એ વામન ભગવાનને ત્રણ ડગલાં ભિક્ષામાં આપેલા.

૬૧. ફરજ નું ગજ ના કરાય.

૬૨. કોરોના મના હે.

૬૩. મારગ માં લોહી હોય છે.

 

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ