વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગગન મંડળમાં મૌજૂ માણીએ (આધ્યાત્મિક ભજન )


ગગન મંડળમાં મૌજ માણીએ
           (આધ્યાત્મિક ભજન )
        "꧁༺ ঔৣ  ༻꧂" :              

☀☀⛳⛳☀☀☀

હે જી ગગન મંડળમાં મૌજુ માણી
             હવે તૂટ્યા આ ભ્રમ કેરા જાળાં
  આ સંસાર જળ લાગે છે મુને બહુ ખારા.... ધ્રુવ પંક્તિ.
અખંડ આનંદ હવે પ્રગટ્યો છે ઉરમાં
       વાગે જુવો ભક્તિ કેરા અઘોર નગારાં
આઠે પહોર જાય સુરતાં અકાશે
           મારા હરિ હેરા હેત ઉભરાણાં..
આ સંસાર  જળ લાગે છે મુને  ખારા..
ઈંગળા ને પિંગળા શુદ્ધ શાંત બનીને હવે
             ભિતરમાં આ મોરચા મંડાણા.
મનડું મારુ શાંત કર્યું તોય ભટકીને કરે ચાળા
  આ સંસાર  જળ લાગે છે મુને ખારા....
ગુરુ મળ્યાને મારા સબ દુઃખ હરિયા
          ભીતરમાં કર્યા ઘણાં અજવાળા.
સમદષ્ટિને પ્રેમ થકી  ભેદ સાચા પરખાણા.
  આ સંસાર કેરા જળ લાગે છે મુને ખારા....
નાદ ભક્તિનો હવે ગુંજે અંતરમાં
            આતમ કરે ભીતર ઘણાં અજવાળા
પૂર ઉમટ્યા ભીતર ભક્તિનાં,  ભાંગ્યા ભ્રમના જાળાં
  આ સંસાર  જળ લાગે છે મુને ખારા....
હરિનું 'રાજ ' હવે અમ અંતરમાં
         ગુંજે જંતરનાં સુરમાં ભજન પ્યારા
મોહ માયા હવે અળગી થઈને, હેતે ભજન ગાઉ પ્રભુ તમારા.
આ સંસાર  જળ લાગે છે મુને  ખારા....
હે જી ગગન મંડળમાં મૌજુ માણી
             હવે તૂટ્યા આ ભ્રમ કેરા જાળાં
  આ સંસાર કેરા જળ લાગે છે મુને ખારા...

☀☀☀⛳⛳☀☀☀

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ