વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સંગઠન

વિશ્વ આખું અનેક પ્રકારની અલગ અલગ સંસ્કૃતિથી જોડાયેલું છે.મનુષ્ય સામાન્ય રીતે કોઈ વિચાર કે કાર્ય ની શરુઆત કરે ત્યારે જો એક સમૂહ સાથે કાર્યરત થાય તો સફળતા સરળતા થી પ્રાપ્ત કરે છે. હું એક બ્રાહ્મણ સમાજ ની સંરચના થાય તેની આશા રાખું છું.પ્રાચીન સંસ્કૃતિ નો પાયો ફરી નખાય ને સમાજ કલ્યાણ ની શરૂઆત થાય તેવી ઈચ્છા ધરાવું છું.બ્રાહ્મણ પોતાની નીતિ નિયમ ને સંસ્કૃતિ જાળવી ને સમાજ કલ્યાણ માટે કાર્ય કરે તેવી ભાવના ધરાવું છું.

શિક્ષણ સાથે જોડાય ને ઋષિમુનિ નો વારસો ધરાવતા આપને ફરી સમાજ માટે કાર્યરત બની ને ભારત દેશમાં નવસંચાર પ્રગટાવીએ તેવી શુભકામના. સમાજ કલ્યાણ ની સદભાવના સાથે દરેક બ્રાહ્મણ જો નિસ્વાર્થ સેવા આપે તો એક ઉત્કૃષ્ટ સમાજ ઉભો કરી શકે છે.સંસ્કારો ની ભુમી ભારત ને ફરી પ્રગતિ ના પંથે લઈ જઈ ને એક આદર્શ સમાજ સ્થાપિત કરીએ જે વિશ્વશાંતિ નો સંદેશ ફેલાવે તેવી પ્રાર્થના.

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ