વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

યાર

હું કેવો શું મારા ગયા પછી કહેવાને બદલે, 

આવને આજે જ કહી દે ને યાર!


મારા ગયા પછી મારા વખાણ કરવાને બદલે,

આવને મને રૂબરૂ જ કહી દે ને યાર!


મારા બાળકોને આશ્વાસન દેવાને બદલે,

આવને મને જ આશ્વાસન આપી દે ને યાર!


ઘડી પલની ખબર ક્યાં છે યાર,

આવને અત્યારે જ મળી જા ને યાર!


કાલ હું રહું કે ન રહું મારા અવગુણ પણ,

મારી આગળ જ કહી દે ને યાર!


કિશન એસ.શેલાણા'કાવ્ય'


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ