વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સહજ

નશો    એકધારો  તલબ   એકધારી,

અજબ છે અમારી પ્રણયની ખુમારી.


બધી વાત મારી  કહેતો તને પણ,

સહજતા તમારી નથી પાસ મારી.


નજર થી નજર આજ સામે અમારી,

પ્રણય  છે, નથી એ  હ્દયની બિમારી.


હવે જો  વિચારો   જરા  પ્રેમનું  તો,

અસર થાય છે જે અસર છે તમારી.


રમતમાં  વધારે   નથી  જીતવાનો,

સરળ છું નથી કોઈ પાક્કો જુગારી.


'સૂર્યદીપ'

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ