વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વહેમ

વહેમ 

-----

કવિ:- સ્નેહબંસી 


આંખથી જોઉં છું તે તમારો વહેમ છે, 

વટથી જોઉં છું એ તમારો વહેમ છે, 


હૈયામાં ધરબાયેલી છે યાદો તમારી,

ભૂલથી જોઉં છું એ તમારો વહેમ છે, 


ટેરવે ટચાકા ફૂટે છે તમારી યાદોના, 

સ્પશૅથી જોઉં છું એ તમારો વહેમ છે, 


હેડકીમાં રટણ રહે છે એ ભૂતકાળનું, 

મનમાં જોઉં એ તમારો વહેમ છે, 


એક નહીં તમામ રાતનાં જાગરણ છે,

જાગીને જોઉં છું એ તમારો વહેમ છે, 


તું હતી બંસી ને હું તારો કાળો કાનિયો, 

ગોપી બની જોઉં છું એ તમારો વહેમ છે, 


આવે તો કરીએ હથેવાળો લાભ શુભમાં, 

વાયદો દઈ જોઉં છું એ તમારો વહેમ છે,

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ