વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હાઇકુ

 

દો હસ્તી એક

અસ્તિત્વ, તારી મારી

દોસ્તી અનેરી!

 

દો જિસ્મ એક

જાન, એક સે હો દો 

કી પહેચાન.

 

સુખ કે દુઃખ

સદાય સાથી, તારી

મારી દોસ્તી

 

વિશાળ શાળા

સંકુલ, વિદ્યા માત્ર

પ્રતિ કુલ કાં?

 

સમાજ મારો,

નોકરી ધંધો મારો,

આ દેશ કોનો?

 

ગામડાં ઘટે,

શહેર વધે માનવ

માનવતા ક્યાં?

 

 

ખૂબ ભણ્યા ને

ગણ્યાય ખૂબ, પણ

ન ઢળ્યા ક્યાંય.

 

 

પાણી બોટલ

જમવાનું હોટલમાં

રહે ટોટલ?

 

નળમાં પાણી

જીવનની કમાણી

ક્યાં સમાણી?

 

મિત્રો ઘણાં છે

મોબાઇલમાં પણ

નેટવર્ક ક્યાં?

 

રોજ મળે છે

બધાં છાતાંય કોઇ

દેખાતું નથી!

 

રોજ દુનિયા

ભરની મુસાફરી,

જવાનું નહીં!

 

બધું જ મલે

ઓનલાઇન, માત્ર

સ્વાસ જ નહીં.

 

અજવાળું છે

બધે જ, માત્ર રુદે

અંધાર કેમ?

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ