વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હૈયે છલકે વતનની યાદ



           ☀છલકે હૈયે વતનની યાદ⛳ 


ઢળતા સૂરજનું સૌંદર્ય જોઈ મને આવે વતનની યાદ 

ગુજાર્યું બચપણ ખુશી સંગાથે એવી રુડી આવે વતનની યાદ.. ધ્રુવ પંક્તિ 

વાવ તળાવ સદા છલકાતા લોકો અહીંના  સદા હરખાતા 

પાડિયા કહે છે અહીંના શહીદો  કેરી સાચી શૌર્યગાથા 

ગઢના કાંગરે ટહુકતા મધુરાં મોરલાની આવે મને યાદ 

ગુજાર્યું બચપણ ખુશી સંગાથે એવી રુડી આવે વતનની યાદ. 

મીઠા બોલા અહીંના માનવી અને હૈયા હરખાવતી મુલાકાતો 

હેતથી હૈયે ભેટીને કરતા સ્નેહીજનો સાથે ભજનની રુડી રાતો 

મર્દોની ફરકતી ઈ શૌર્યવંત મૂંછોની પણ આવે ઘણી યાદ. 

ગુજાર્યું બચપણ ખુશી સંગાથે એવી રુડી આવે વતનની યાદ. 

લીલી વાડીને લીલા ઝાડવા વીણતાં વાડેથી તાજી ફૌજ 

ધુબાકા મારી તળાવને કુવામાં નહાવાની  ઝાઝેરી મૌજ 

માનવ મહેરામણ છલકાવતાં મેળાની મૌજૂની આવે મને યાદ 

ગુજાર્યું બચપણ ખુશી સંગાથે એવી રુડી આવે વતનની યાદ.

વતન મારુ ઘણું સોહામણું ભલે કહે લોકો એને ગામડું 

ભારોભાર સ્નેહભાવથી સદાય છલકાતું મારુ ગામડું 

'રાજ' હદયમાં રહે તરોતાજા મારા વતનની મોંઘેરી યાદ 

ઢળતા સૂરજનું સૌંદર્ય જોઈ મને આવે વતનની યાદ 

ગુજાર્યું બચપણ ખુશી સંગાથે એવી રુડી આવે વતનની યાદ.

       


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ