વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ડેડી વગરનું ટેડી

લઘુ કથા ■ ડેડી વગરનું ટેડી...


__નિત્યક્રમ પતાવી હું રોજના નિયમ પ્રમાણે મંદિર જવા નીકળ્યો..થોડે દુર ગયો હોઈશ ત્યાં એક લઘરવઘર બાળકી  હાથમાં તૂટેલી ફુટેલી ઢીંગલી લઈને એક વિશાળ ટોય મૉલમાં એનાથી પણ કદમાં મોટા ટેડી ને બહારથી કાચમાં જોતી દેખાઈ...

હું નજીક ગયો એને જોવા માટે કે શું કરે છે એ...ત્યાં તો મૉલનો વોચમેન આવી ને એને ધમકાવા લાગ્યો.."એ ભિખારી નિકલ યહાંસે... જાતી હૈ કે એક થપ્પડ મારું??" એ નિર્દોષ બાળકીની આંખમાંથી આંસુ તગતગી ઉઠયાં..એના આંસુ જોઈને હું મંદિર જવાનું ભૂલી ગયો અને એની પાસે જઈને એ જીવંત ટેડી ને મેં  તેડી લીધું.. વહાલથી મેં એને પૂછ્યું, "કેમ રડે છે...?"એ માસુમે કહ્યું," હું ભિખારી નથી..પણ ગરીબ છું....મારા ડેડી નથી..ગુજરી ગયા છે..બહુ દારૂ પીવા થી...મારી મા આ દુકાનની ઉપર ફ્લેટમાં કામ કરવા ગઈ છે..એટલે હું ટેડી જોતી હતી..એટલામાં વોચમેને ખીજવાઈ ને ભિખારી કહી ને ચાલી જવાનું કહ્યું...એટલે મને રડું આવી ગયું...મારા ડેડી હોત તો આજે મને આ ટેડી  અપાવતે..." કહી એ ફરી રડી પડી...મેં એનાં આંસુ લૂછી ને કહ્યું , "રડ નહિ મારા ટેડી બિયર...!!! હું તને અપાવું છું આ ટેડી... ચાલ.." . અને એને હું ટોય મોલ માં લઇ ગયો...એ તો રમકડાંની દુનિયા જોઈને ચોંકી જ ગઈ...હું એના હાવભાવ વાંચવા લાગ્યો અને મેં એને કહ્યું કે;"જા તારે જે લેવું હોય એ લઈ લે.." અને એ દોડતી શોરૂમ ના કાચમાં મુકેલા ટેડી પાસે જઈ ને કહ્યું કે,"મારે આ જ  જોઈએ છે"..

મેં એ અઢીસો રૂપિયામાં ખરીદીને એને ગિફ્ટ કર્યું...

એ એટલી ખુશ થઈ ગઇ કે ન પૂછો વાત .એના નિર્દોષ હાસ્યમાં મને કનૈયાના દર્શન થયા..એના હાસ્યમાં ડેડી ડે ઉજવાતો લાગ્યો અને મારો ટેડી ડે ઉજવાયો.. આ દોડાદોડીમાં હું મંદિરે જવાનું જ ભૂલી ગયો..અને મંદિરમાં જઈ ને મારે મહાદેવની બસો એકાવન રૂપિયા આપીને રુદ્ર કરાવવાની હતી..પણ મેં એ પૈસાથી ટેડી ડે ઉજવીને પુણ્ય કમાઈ લીધું...અને અને મને એક પંક્તિ યાદ આવી ગઈ..."ઘરસે મસ્જિદ બહુત દૂર હૈ.. તો યું કિયા જાય... કિસી રોતે હૂએ બચ્ચે કો હંસાયે જાયે."


દિલીપ વી ઘાસવાળા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ