વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વતનપ્રેમ



છે ખુદામાં યકીન ને હૈયામાં વફાઇ ધરાવું છું,

દેશની માટી કાજ જાન હથેળી પર રાખું છું.


મજહબી ચશ્માથી ન કરો મુજ પર શક,

દેશવાસી છું, હૃદયમાં હિન્દુસ્તાન રાખું છું.


કરું છું ઈબાદત ને મળી ઈમાનની બુનિયાદ,

બંદગી - દુઆઓમાં વતનની આબાદી માગું છું.


હિન્દુ- મુસ્લિમની એકતાએ કર્યો દેશ આઝાદ,

આઝાદ દેશમાં હર માનવની સુખ,સમૃદ્ધિ ચાહું છું.


તિરંગો છે મારી શાન અને દેશ પ્રત્યે છે માન,

વિશ્વફલક પર દેશ રહે આગળ એ જ આશા રાખું છું.


વિવિધતામાં છે એકતા એનું છે અભિમાન  'રાજ',

માનવી થઈ માનવીને ભાઈચારાનો સંદેશ આપું છું.


 *✍️. હનિફ એ. મેમણ (રાજ) ડીસા..*

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ