વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભારતીય શૌર્યવંત નારીની દેશભક્તિ

    ભારતીય શૌર્યવંત નારીની દેશભક્તિ

    ( મેડલ  પત્નીને આપતાં મેજર  વાર્તા )


         પ્રજાસત્તાક દિવસે ખુશીમાં મેડલ મેળવતા મેજર રઘુવીરસિંહે આ મેડલ પોતાની પત્નીને અર્પણ કર્યો. તાળીઓનો ગડગડાટ થઈ રહ્યો હતો પણ મેજર પોતાની શૌર્યવંત પત્નીએ આપેલ બલિદાનને યાદ કરતા ભૂતકાળના ભવ્ય સંસ્મરણોમાં સરી પડયાં.


        કાશ્મીરમાં ચાલતાં કારગિલ યુદ્ધ સમયે માંડ બે દિવસની રજા લઈને આવતાં જાબાંજ મેજર રઘુવીરને ઘરે પહોંચતા જ ખુશીના સમાચાર મળે છે કે, તે ટૂંક સમયમાંજ પિતા બનવાનો છે.

      "વાહ મારો નવો મેજર આવવાનો છે ધરતી પર." કહેતાંક ફૌજી દાદા મલક્યા હતાં.

         મેજર ઘરમાં પ્રવેશતાં જ હરખીને ભારતી બોલેલી,

    "પધારો પતિદેવ હું અને તમારો પુત્ર પણ હવે તમારી રાહ જોઈ રહ્યાં છીએ. આપણો આવનાર પુત્ર મેજર બનશે."

     સાંભળી રઘુવીર બોલ્યો હતો,

 "ભારત દેશમાં જ્યાં સુધી તારા જેવી  માતાઓ હશે ત્યાં સુધી શૂરવીરોની ખોટ પડવાની જ નથી." 

          સવારે આખો દિવસ પત્ની અને પરિવાર સાથે રજાઓની મોજ માણી સહુની વિદાય લઈને રઘુવીર રાત્રે વિમાન માં જવાની તૈયારી કરતો હતો ત્યાંજ ઘરમાંથી વાવડ આવેળા  કે, ભારતીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવી પડશે. "

      પત્ની પ્રત્યે અપાર પ્રેમ હોવાથી રઘુવીરે ફોન કર્યો પણ રજા ન મળી 

દુઃખી થઈને પત્ની અને બાળક માટે નોકરી છોડવા તૈયાર થયેલ રઘુવીરે  પીડામાં કણસતી પત્નીને કહ્યું હતું ,

      "ભારતી ચિંતા ન કર નોકરી છોડી દઈશ પણ તારું ને મારા પુત્રનું હસતું મોઢું જોઈને જ જઈશ."

    "કાયર ધણીનું મોઢું હું જોવા નથી માંગતી. " ભારતીની ચીખ ઘરમાં ગુંજી ઉઠી.

          પત્નીની ભાવના 

સમજી જતાં મેજર બોલેલા ,   

   "મા ભારતીની શાન સદાય હું અમર રાખીશ. ભારતી હવે તો યુદ્ધ જીતીને જ તારું ને મારા બાળકનું મોઢું જોઈશ."

        કહેતાંક પાછું જોયા વગર જ રઘુવીર બોર્ડર પર યુદ્ધ લડવા ચાલ્યા ગયેલા અને પત્નીને આપેલ વચન મુજબ અદ્ભુત પરાક્રમ યુદ્ધમાં બતાવી શાનદાર જીત મેળવી હતી.

      સરકાર દ્વારા મેડલ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા.

       સંમરણોમાંથી અચાનક જાગી વર્તમાનમાં સ્ટેજ પર ઉભેલી પત્ની ભારતીનાં ગળામાં મેડલ પહેરાવી પોતાનાં વીર બાળકને તેડતાં ખુશીથી મેજર બોલ્યા,

   " શૌર્યવંત નારીનો પુત્ર તો મેજરથી પણ સવાયો બનશે."

      પતિના શૌર્ય અને પરાક્રમને યાદ કરી પત્ની બોલી,

"રાષ્ટ્ર માટે સદાય સર્વસ્વ બલિદાન કરનારી 

 વટ વચનને શૌર્ય છલકતી ભારતીય નારી."


          "જે ભારતીય નારી પણ રાષ્ટ્રની રક્ષા માટે સદાય તૈયાર હોય છે તેને આવા શૂરવીર પતિ અને બળવાન પુત્ર પ્રાપ્ત થાય છે."

     "ભારત માતા કી જય." જયઘોષથી આખું મંચ દેશ્ભક્તિના રંગે રંગાઈ ગયું. મેજર પોતે તો મેડલની સાચી હકદાર પોતાની પત્નીને જ માનતા હતાં.




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ