વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ડર

ડર

----

કવિ:- સ્નેહબંસી 


એમ હળવેકથી ભૂલાય એવું જણ નથી,

આંગળીએથી હટાવાય એવું જણ નથી,


પાનખર આવે ને આવે મદમસ્ત વસંત,

મૂળિયાંએથી  રીસાવાય એવું જણ નથી, 

 

કાંટા થકી સચવાયાં હરાયાં ઢોરથી અમે,

ઝાકળથીયે પલળી જાય એવું જણ નથી,

 

આમ તો અંદર બહાર એ ને એજ હોય છે, 

એકલવાયું જીવતું જવાય એવું જણ નથી, 


ભરસભામાં સોંસરો ઉતારી ગયો એ મને,

અધવચ્ચે અળગો રખાય એવું જણ નથી,

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ