વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તિરંગો

પ્રજાસત્તાક દિન નિમિત્તે
મારા એક મિત્રે મને પૂછ્યું
નથી લીધો તિરંગો તે આજે
શું તારુ દેશપ્રેમ છે ખુંટ્યું

હું મનોમન હસ્યો,
દેશપ્રેમ,
ક્યાં દેશપ્રેમની વાત કરે છે
જે બિલાડીના ટોપ માફક
નિર્ધારિત સમયે જ ખીલે છે?

અરે, ત્યારે ક્યાં જાય છે 
લોકોનો આ સો કોલ્ડ દેશ પ્રેમ
જ્યારે રસ્તાઓ ઉપર થૂંકે છે
કચરો કારમાંથી નાખે છે આ કેમ?

કેમ નથી કરતા જતન,
સાર્વજનિક વસ્તુઓ, મકાનોનું
મગ્ન બસ એવા કાર્યોમાં
જ્યાં પેટ ભરાય સિર્ફ પોતાનું

કેમ નથી યાદ આવતું તને
આજ તારું દેશપ્રેમ અનોખું
જ્યારે ભીડવાળા મંદિરો માં 
તું પૈસા આપી દર્શન લે છે નોખું

ભુલાઈ કેમ જાય છે આ પ્રેમ
જ્યારે પોતાનું કઢાવવા કામ
સરકારી ઓફીસોમાં પોતે
આપી દે છે ખુશી ખુશી દામ.

પ્રશ્નો ઘણા થયાં,
પણ પૂછાય કોને
સસ્મિત ચેહરે
મે જવાબ આપ્યો એને

મારે નિત નવા તિરંગા
ખરીદવાની જરૂર નથી
ઘરે સંગ્રહિત કરેલો
એક ખુબ જૂનો તિરંગો છે કાફી

નાનપણ માં મળેલા એ તિરંગાને
મે મારી જાનથી વધારે સાચવ્યો છે
સિવાય પંદર ઓગસ્ટ અને છવ્વીસમી 
એને માનથી તિજોરીમાં રાખ્યો છે

પંદર ઓગસ્ટ અને છવ્વીસમી જાનેવારીએ
લહેરાવ્યો છે ગગન માં ઊંચે
ઈચ્છા રાખીને એ મનમાં કે
મારા પાડોસી દેશોને જરૂર ખૂંચે.
સૌ. અનલા બાપટ




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ