વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રમુખસ્વામી નગરની મુલાકાતે

ગઈકાલે 22.12 ના રોજ સાંજે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ જોવા ઓગણજ ગયેલો.

સાયન્સ સિટી ફ્લાય ઓવરની બાજુમાંથી નીકળીને સર્વિસ રોડ પર જવાનું. a, b.. f સુધી ગેટ છે તેમાં B ગેટ એકઝિટ માટે ને F ગેટ એન્ટ્રી માટે છે જે સાયન્સ સિટી તરફથી જતાં છેલ્લો આવે છે. પાર્કિંગ કાર અને સ્કૂટરો નું પૂરતું મોટું છે.

ગેટ તો ભવ્ય છે જ, અંદર મંદિર પણ સુંદર છે. ગેટમાં પ્રવેશતાં બેય બાજુ પાણી પીવા અને વોશરૂમ જવા અનેક મંડપો છે.

વચ્ચે એક તળાવની આસપાસ પ્રમુખ જ્યોતિ એટલે ગ્લો ગાર્ડન બનાવેલ છે. સાત આઠ અલગ અલગ જગ્યાએ પ્રેમવતી ઉપહાર ગૃહો છે જેમાં લાઈનમાં ઊભી ટોકન લઈ બીજી લાઈનમાં તમારી વસ્તુ લેવાની રહે છે. એ લાઈનો પણ લાંબી હોય છે. ચા લેવામાં પણ ટોકન લેવા સાત મિનિટ અને પછી 10 રૂ. નો કપ લેવા બીજી 4 મિનિટ મારે ઉભવું પડેલ.

વચ્ચે બાળ નગરી પણ સરસ આકર્ષણો ધરાવે છે.

અમુક શો ના તંબુ થીએટર દરેક માં 1040 માણસોની કેપેસીટી સાથે છે. શો શરૂ થાય એટલે કેટલી મિનિટ માં નવો શો થશે તેનું માઈનસ કાઉન્ટીંગ બતાવે. પણ એ છેતરામણું છે. બહાર 22 મિનિટ બતાવે ને તમે ઘુસો એટલે નવો શો શરૂ થવામાં 22 મિનિટ. દરવાજો તમારે માટે કેટલા શો બાદ ખુલશે તે ભીડ પર ને સેવકો ચાર પાંચ ગેટ માંથી ક્યો ગેટ ખોલે, તમને ટોળામાં બેસાડ્યા હોય તે કે બાજુનો તેની ગેરંટી નહીં. મીનીમમ 25 મિનિટ વેઇટિંગ, 25 મિનિટ અંદર જવા વેઇટ અને શો ની 20 એમ દોઢ કલાક per show ગણી લેવાના. મારે નસીબે ત્રણ શો માં મારો નંબર આવ્યો ને પ્લાસ્ટિક ની દોરડી વસાઈ ગઈ. એક માં, ટૂટા હ્રદય નામના નાટક ના શો માં સાવ આગળ ઊભી થોડા ડાયલોગ સાંભળી 15 મિનિટ પછી લાઇન છોડી જતો રહેલો.

મારી દૃષ્ટિએ જોવા જેવા સામેની બાજુએ આવેલા બે જ શો છે. થીએટર 4માં સાંસ્કૃતિક કલા જેમાં 40 મિનિટ ની કૃષ્ણ લીલા અને ખૂબ સ્ટાન્ડર્ડ રાસ ગરબા વગેરે બતાવે છે  અને બાજુમાં થીએટર 5 માં માય ઇન્ડિયા. શરૂમાં સૈનિકો લડતા અને પછી તમે એક સૈનિક ની જેમ દેશ માટે શું કરી શકો તેની વાત જેમ કે હેલ્મેટ, નિયમોનું પાલન, સ્વચ્છતા, સારી ભાષા અને લાઈનો ન તોડવી, પ્રોપર્ટી ને નુકસાન ન કરવું, પાણી તથા વીજળી કેટલી મુશ્કેલીથી બને છે અને કેમ બચાવવા આ બધું નાટ્ય પ્રસંગો થી બતાવે છે. આકાશ માંથી ટપકી પડેલો હી મેન કે શકિતમાન ની જેમ ,કોણ? આપણા જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી.

પ્રદર્શન 6 માં સંત ચરણ સુખદાયી માં નાટક અને ફિલ્મ ના સંયુક્ત માધ્યમ થી પ્રમુખ સ્વામીએ કેવી કેવી ક્ષણોમાં લોકોનો ઉદ્ધાર કરેલો, કેટલા ઘેર પધરામણી કરેલી, 4 લાખ ઉપર તો પત્રોના જવાબ આપેલ વગેરે બતાવ્યું છે.

મને સહુથી વધુ ગમ્યું પ્રમુખ જ્યોતિ, વિવિધ મુદ્રાઓ, દેવો, હાથી, મોર બધું રોશની માં અદ્ભુત લાગે છે. દુબઈ માં કદાચ 40 દીરહામ એટલે 880 રૂ. ટિકિટમાં જોયેલ તે ગ્લો ગાર્ડન કરતાં આ વધુ સરસ છે.

E=MC 2 સમીકરણ અને માણસ નું બ્રેઈન સરસ બનાવેલ છે.

ફૂલો, ખાસ કરીને પિટ્યુનીયા નાં ક્યારા સરસ કર્યા છે તથા કમાનો પણ સરસ પુષ્પચ્છાદિત કરી છે. કૃષ્ણ ના હાથમાં  જીવંત પુષ્પો ની ટોપલી ગમી.

મેં કહ્યા એ બે શો જ જુઓ તો 3 કલાક ને ન જુઓ , ખાલી ફરો તો એક કલાકમાં જોવાઈ જાય. પર થીએટર દોઢ કલાક ઉમેરતા જાઓ તમારી સગવડ, દોડીને ટોળાં માં 30 મિનિટ પર થીએટર ઉભવાની તાકાત હોય તો .

એક ખાલી પ્રદર્શન નું થીએટર છે જેમાં આ રીતે બેચમાં એન્ટ્રી લઈ ઝડપથી જોતા બહાર નીકળવાનું છે તેમાં ગાંધીનગર માં જોયેલ તેમ ઘનશ્યામ મહારાજ થી સહજાનંદ સ્વામી ની સફર છે.

વચ્ચે લખતો હાથ કે તેવાં શિલ્પો પણ અદભૂત છે.

ફોટાઓ  મુકું છું.

અભિપ્રાય મને લાગ્યું ને મેં અનુભવ્યું તે મારો છે . બીજાના મત અલગ હોઈ શકે.

https://photos.app.goo.gl/QtdveHxaFVrPk9hj6

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ