વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હાઈકુ શબ્દસાગર ભાગ-૬


હાઈકુ શબ્દસાગર-૬


વર્ણાનુપ્રાસ હાઈકુ..!


(૧)

કરે સંઘર્ષ,

કલંકિત સંબંધ,

કેવો તમાશો?      

(૨)

મૌન બનીને

મુસ્કાનને શોધવા,

મન ડહોળ્યું.  

(૩)

કર્યું સાહસ,

કામયાબ કસબી,

કાઢી આળસ.         

(૪)

મરુભૂમિમાં,

મૃગજળ, માયાવી;

મૃગ છળતા.

(૫)

હાસ્ય બોલકું

હસીને કે' હું જાણું!

હાથ ચાલાકી.        

(૬)

વાતવાતમાં,

વિતાવ્યું જીવતર,

વિચારો જુદાં. 

(૭)

આશા વિનાના,

આશિકો નિયમિત,

અંતમાં હારે. 

(૮)

હાથ પકડી,

હૈયું,સંભાળ રાખે;

હવે,શું વાંધો?       

(૯)

આંગણું ખોળે

અણધાર્યા આવીને

અંધારી રાત.

(૧૦)

અંધકારમાં

આકાશને ધરતી

આંધળીપાટ.


✍️ એકાંતની કલમે..


જયંતિલાલ વાઘેલા (એકાંત)

વર્ણાનુપ્રાસ હાઈકુ રચના (5,7,5)


જાપાનીઝ પદ્યસ્વરૂપોની આ (5,7,5) ની રમતમાં પુષ્કળ વૈવિધ્ય ભરેલું છે.હાઈકુ જેવાં પદ્ય સ્વરૂપો એ જાપાનની વિશ્વને મળેલી અણમોલ ભેટ છે.

કવિ શ્રી બાશોએ કહ્યું છે કે હાઈકુમાંથી જેટલા વધારે અર્થ-સંકેતો,શબ્દચિત્રરૂપે પ્રગટ કરી શકીએ,તે હાઈકુ ઉત્તમ પ્રકારનાં ગણાય !    

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ