વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

છેલ્લો દિવસ

છેલ્લો દિવસ



આપણે માનીએ છીએ કે આજે ૩૧ ડિસેમ્બર એ વર્ષનો છેલ્લો દિવસ છે.વર્ષના હિસાબે છેલ્લો દિવસ કહેવાય.


પણ આવા કેટલાય છેલ્લા દિવસો આપણા જીવનમાં આવી ગયા.એ આપણને ખબર છે. નવું વર્ષ આવતા આપણે ભૂલી પણ જઈએ છીએ.


વર્ષ દરમિયાનની આપણી પ્રવૃતિઓને કોઈ યાદ રાખે છે કે નહીં એ ખબર નથી.


પણ યાદ રહે છે આપણને આપણા જીવનમાં આવેલી દુઃખદ પળો કે સુખદ ઘટનાઓ.


હા...યાદ કરવું જ જોઈએ.

ને એ યાદોના આધારે આપણે આપણા જીવનમાં સકારાત્મક અભિગમ અપનાવવો જોઈએ.


આપણે વર્ષ દરમિયાન કેટલાય મોટિવેશન વિચારો કે કોટ્સ વાંચ્યા હશે કે આપણા સ્ટેટ્સ પર મુક્યા હશે.

બસ આ વિચારો જીવનમાં કેટલા ઉપયોગી છે એ વિચારીને જીવન જીવવા પ્રયત્ન કરવા જોઈએ.


થોડું ઘણું મુશ્કેલ લાગે છે.પણ અશક્ય નથી.


ઘણા તમને પોગા પંડિત કે વેદિયો પણ કહેશે.

જમાના સાથે ચાલ... નહિતર ખોવાઈ જશો...


આવું કહેવા વાળા ઘણા મળશે પણ પ્રશંસા કરનારા ઓછા મળશે.


સમય જતા કદાચ તમારા કાર્ય કે વિચારોની પ્રશંસા થશે.

પણ આનો વિચાર કર્યા વગર જે જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા પ્રયત્ન કરે છે એનું જીવન સારું જ પસાર થાય છે કે સાર્થક બની શકે છે.

હા...આ છેલ્લો દિવસ નથી પણ નવી શરૂઆત કરવાનો પ્રથમ દિવસ બની શકે છે.

જીવનમાં છેલ્લો દિવસ હોતો નથી.

જ્યારથી સારી શરૂઆત કરો ત્યારે ખરાબ દિવસોનો છેલ્લો દિવસ પુરો થયો છે એવું માની જ જીવવામાં મજા છે.


ખરાબ દિવસોને યાદ કરીને જીવવું એ વધુ દુઃખી થવા માટે પુરતું છે.


સારું જીવન જીવવું છે તો વિચારવા માટે આ છેલ્લો દિવસ છે.

જો તમે નવા વર્ષમાં સારી શરૂઆત નહીં કરો તો આખું વર્ષ તમને અફસોસ થશે.

જેની શરૂઆત સારી એનો અંત પણ સારો.

- કૌશિક દવે 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ