વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બાય બાય ૨૦૨૨

સૂર્ય ઉદય થાય અને સમય રહેતા અસ્ત થાય.. એ પ્રકૃતિનો નિયમ..એજ પ્રમાણે દિવસ ને રાત આવજા કરે પણ વચ્ચે વચ્ચે સમય નાં ચક્ર જેવા વર્ષો બદલાતા રહે છે. આજે પણ ૨૦૨૨ જવાની તૈયારીમાં હતું અને બારણે ૨૦૨૩ ટકોરા મારી રહ્યું હતું એટલામાં ૨૦૨૨ મારી સામે જોઇને હસ્યું અને મને પૂછ્યું,"બ્યુટીફુલ..હું જાઉં છું.. મને મિસ કરીશને?" ત્યાં બારણે ઉભેલા ૨૦૨૩ એ કહ્યું,"એવું તો તે શું આપ્યું છે એને કે એ તને યાદ કરે?" 

અને મારા મગજ માં ચમકારો થયો, કે ખરેખર એવું તો શું આપ્યું મને ૨૦૨૨? 

જોવા માટે મે જાનેવારી મહિનાથી શરૂવાત કરી..

વીતેલા ડિસેમ્બર માં મારા પતિ ને કઈક કારણોસર એમની ઊંચા પગારવાળી નોકરી છોડવી પડી હતી,

જાનેવરી માં મારી પણ નોકરી જતી રહી અને મને ઘરે રહેવાની તક મળી.. એ સાથેજ મે મરાઠીમાં વાર્તાઓ લખવાની શરૂવાત કરી..અને જોત જોતમાં વર્ષ પૂરું થાય એ પહેલા મારા બે પુસ્તકો કે જેમાં દસ દસ અલગ અલગ વાર્તાઓ નો સંગ્રહ છે એ પ્રસિદ્ધ થઈ. 

ફરવરી અને માર્ચ તો છોકરીની પરીક્ષામાં પૂરા થઈ ગયા. આવ્યો એપ્રિલ મહિનો..અને લાવ્યો મારો જન્મદિવસ..

અહા..તે દિવસ તો શું કહું , સવારે સવારે મારી બંને દીકરીઓ એ મારા માટે કેક અને ચા સાથેજ ગ્રીટિંગ અને એક નાનું ગિફ્ટ! આટલું લઈને મને ગુડ મોર્નિંગ કહેતા એ બંને આવશે એ સપના જોતી હતી ત્યાંજ એલાર્મ વાગ્યો અને હું ધરતી પર પાછી આવી.

ઉપર કીધું એમ કઈક ન બન્યું, પણ મને મળ્યું એક નવું સારું ટેબ્લેટ ..લખવા માટે સહેલું પડે એટલે..અને ત્યાર પછી એના પર લખીને મે અનેક સ્પર્ધાઓ માં ઇનામો પણ મળ્યા..છેલ્લા દોઢ એક વરસ થી લખાણ શરૂ કર્યું હતું પણ ઇનામો મળવાની શરૂવાત ૨૦૨૨ માં થઈ. બીજું અનેક દિવાળી અંકોમાં મારી વારતાઓ પણ છપાઈને આવી. લોકોને એ અંકો બતાવવા એક અલગ જ આનંદ આપી જતું હતું.

હા, પણ આજ ૨૦૨૨ માં મે મારા ભાઈસમાં મારા એક સ્નેહી ને ખોયા..જેનાં લીધે મારા માટે ૨૦૨૨ બહુજ દુઃખ દાયક રહ્યું એમ કહું તો ખોટું નથી!

અનેક મહિનાઓની બેરોજગારી પછી નવેમ્બર મહિનો અમારા ઘરમાં ખુશીઓ લઈને આવ્યો અને મારા પતિને નવી નોકરી મળી,પણ ઓછા પગાર અને નાની પોસ્ટ સ્વીકાર કરવી પાડી..નોકરી મળવા છતાંય એ આનંદી નાં હતા..એમનું દુઃખ સમજી શકતી હતી પણ કઈક કરી ન શકતી તેને લીધે જે લાચારી મહસુસ કરી એ કોઈ સમજી નહિ શકે.

અને પછી આવ્યો ડિસેમ્બર..ખુશનુમા મૌસમ અને ખુશખબર લઈને..મારા પતિને મળી એમની લાયકાત પ્રમાણેની નોકરી અને પગાર! 

૨૭મી એ નાની પુત્રીનો જન્મદિવસ મનાવવા નો અનેરો ઉત્સાહ આવી ગયો..અને બારણે ઉભેલા ૨૦૨૩ નું સ્વાગત કરવા મન ઉતાવળું થઈ ગયું.

મે સસ્મિત ૨૦૨૨ સામે જોઉં, "તે મને અનેક દુઃખો આપ્યા પણ જતા જતા તે મને સુખનું કિરણ પણ આપ્યુ છે તો તને યાદ તો રાખવું રહ્યું. ચાલ તને બારણે મૂકી આવું" કહીને મે સસ્મિત ૨૦૨૨ ને બારણાં સુધી સાથ આપી.૨૦૨૨ પણ ખુશ થઈને બહાર નીકળવા આતુર બન્યું.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ