વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સર્જનહારનો રંગ

 ઓ સર્જનહાર તારી કરામત અપાર

 તું તો છે આ જગતનો મહાન ચિત્રકાર


 મારા હૃદયના ભાવોમાં ભર્યો પ્રેમ રંગ

 તે આપે છે હૈયામાં એક સામટો ઉમંગ


 મારા વિચારોમાં ભર્યો છે કલ્પના નો રંગ

 શબ્દો મારા ગોઠવાઈ છે કલ્પનાને સંગ


 મારી આંખોમાં અવનવા સપના નો રંગ

 મારા ભાવ વિશ્વને સજાવે સપનાને સંગ


 અવનવા રંગોથી ભર્યો છે જીવન રંગ

 હું તો છું તારીજ ચિત્રકારીનો માત્ર સંગ


 હે ઇશ આ તો છે તારા દિવ્ય તેજ નો રંગ

"તેજબિંદુ" બનીને જીવી જાણું તારે સંગ





બિંદિયા જાની (તેજબિંદુ) 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ