વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગમાર


ઈલા, તને કેટલીવાર કહ્યું, તારે મારી વસ્તુને હાથ નહિ લગાડવાનો.


બધું ઠેકોણે જ સે..તમે ઓમતેમ મેલી દો સો. હંધુય જેમ-તેમ રઝળતું મેલો સો..

એક તો આખો દા'ડો તમારી હંધીય ચીજો ઠેકોણે મેલવાની ને પાસો તમારા બે બોલેય હોંભળવાનો.


આ તારી ગામડાંની ભાષા બોલવાની બંધ કર. જરાક શુધ્ધ ગુજરાતી બોલ. પેલો માસ્તર તને ભણાવવા આવે છે કે નહિ ?


એ મને હું હીખવતો તો. મું જ એને નો શીખવાડી દઉં.


એટલે તેં એને પણ ભગાડી દીધો ?   શહેરી રીતભાત શીખવતી  પેલી છોકરીની જેમ. ભલું થાય પેલી બ્યુટિશિયનનું તારો વેશ  સુધાર્યો. બાકી તું સાવ ગામડાંની ગમાર જ લાગતી.


લે, તે એમોં ખોટુંયે શું હતું ? તમારી સે'રની સોરીઓ ઓમ હાવ નોનો-નોનો લૂગડો પેરીને ફરે સે એનો કરતો તો હારુ જ હતું ને.


હું ક્યાં તારી સાથે માથાકૂટમાં પડું છું.  ચાલ, તને મોબાઈલ શીખવી દઉં.


તમારે તો રાત પડે ને દી' ઉગે સે..


ધવલનાં આંગળા મોબાઈલની  સ્ક્રીન પર ફરી રહ્યાં અને ઈલા મોબાઇલમાં ગામડાંનો સીન જોઈને રાજી થતાં વિચારી રહી, "ગમે તેટલી દુનિયા ફરી લઉં. પણ મારાં ગામ જેવી ખુશી કે મજા ક્યાંય નથી."


















ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ