વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હ્રદય બગીચો

હ્રદય બગીચો 

-----------------

કવિ: જગદીશ રથવી (સ્નેહબંસી)


કેટલો વિશાળ છે આ હ્રદયનો નાનો  બગીચો,

આવનાર આવે તેમ વધતો જાય છે બગીચો, 


કોઈ કોયલ બની ટહૂકે,કોઈ મોર બની ગહેંકે, 

પાંખ પર પાંખ ધરીને ઉડતો જાય છે બગીચો, 


કોઈ માળા બનાવે,કોઈ ચાળા કરીને ચીડવે,

સદાયે ખીલખીલાટ હસતો જાય છે બગીચો, 


ના વાડ કે ના કાંટો,ના કોઈનેય આડો આવતો,

મોટું મન કરીને સૌને આવકારતો જાય છે બગીચો, 


એના ખૂણે બેસીને કોઈક વિરહી આંસુ સારતું, 

કોઈનો  હથેવાળો જોઈ હસી જાય છે બગીચો, 


ક્યારેક ડગમગ થતાં આવે કોઈ ઘરડાં માવતર,

એમની આંખલડી લુછવા જાય છે બગીચો, 


વળી નાગાંપૂંગાં આવતાં દરિદ્ર નારાયણ સંતાનો,

પોતાનો પાલવ ઢાંકીને ખમ્મા કરવા જાય છે બગીચો, 


ધબકે છે એ કોઈકને માટે અવિરતપણે આનંદથી,

વૃક્ષ વેલી,વટવૃક્ષ ને ઝાકળ બની જાય છે બગીચો, 


ના ફળ ચાખ્યાં કે ખાધાં છે એના ફળાઉ ઝાડથી, 

સુકાઈને કોઈકનાં લાકડાં થઈ જાય છે બગીચો,

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ