વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમપર્વ

જો મળે સાથ તો કરીએ મોજ,


 સાથે ઉજવીએ અહીં પ્રેમપર્વ રોજ.


 દિલના દરવાજે ખીલ્યો સ્નેહનો મોલ,

 વહે છે મુજ દિલમાં ઇશ્ક અનમોલ.


ચાહું છું તારી પાસે ફકત પ્રીતનો દોર,


ભાગ્યની બારીએ ઝુમે નયનનો મોર.


મુજ પ્રેમનો કદીયે મચાવીશ નહીં શોર,

 હૈયામાં લઈ ઘૂમતો શમણાંનો કલશોર.


તારી ઝલક લાગે જાણે મનડાનો ચોર,

 કાયા લાગે છે નખશિખ રૂપનો ઢોળ.


વસંતનો વાયુ વગડાવે છે પ્રેમનો ઢોલ,

 પ્રીતના રંગોની કરીએ ઉજાણી અનમોલ.



હનિફ એ. મેમણ (રાજ) ડીસા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ