વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સૂરજકુંડ મેળો, હરિયાણા

આજે અહીં ફરીદાબાદ નજીક સૂરજકુંડ નો મેળો જોવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. એ માત્ર 19 ફેબ્રઆરી સુધી હતો .  બહુ પ્રખ્યાત મેળો છે અને દર વર્ષે ફેબ્રુઆરીમાં યોજાય છે.

અમે ગુડગાંવ અમારા ટાવરથી HUDA (હરિયાણા અર્બન ડેવ.) સેન્ટર મેટ્રો સુધી રીક્ષા કરી અને ત્યાંથી સાકેત સ્ટેશન ઉતરી પ્રહલાદપુર સુધી બસ પકડી ત્યાંથી શેરિંગ ઇલેક્ટ્રિક રિક્ષામાં સૂરજકુંડ.

મેળો એક હજાર ઉપર સ્ટોલ્સ માં વહેંચાયેલો છે. દરેક રાજ્યના સ્ટોલ છે અને રંગબેરંગી પરિધાનમાં ત્યાંનું ટુરિઝમ નૃત્ય વગેરે કાર્યક્રમો વચ્ચોવચ્ચ રજૂ કરે છે. રાજ્યોએ તેમની વિવિધતા દર્શાવતાં ચિન્હો પણ મૂકેલાં જેમ કે બદ્રીનાથ ના મંદિરની પ્રતિકૃતિ.

કલ્પનામાં ન હોય તેવી આઈટેમ્સ અને રમકડાં, કપડાં, શો પીસ, ઘડિયાળો, ફુવારા, નાની મોટી મેટલ કે આરસ  કે પત્થર કે કષ્ઠની મૂર્તિઓ, નેત્રની આઇટમો ને એવું  મગજ ચકરાવે ચડી જાય તેવું હતું.

અમે ગુડગાંવ ઘેરથી સવા દસ આસપાસ નીકળી સવા બારે ત્યાં પહોચી ગયેલા. પરત આવવા સમયે બપોરે અઢી આસપાસ જે ધાડાં નાં ધાડાં પ્રવેશવા લાગેલાં!

વચ્ચે ફૂડકોર્ટ પણ હતી જ્યાં અમે છોલે ભટુરે, લસ્સી અને મેં મોટો જલેબો તથા કઢેલું દૂધ માણ્યાં. પાવભાજી, ચાઇનીઝ, પીઝા બધું જ મળતું હતું.

ચાર પાંચ જગ્યાએ ટોઇલેટ પણ હતાં. પાર્કિંગ માટે મોટા સ્લોટ હતા.

દરેક ચોરાહા પર વચ્ચે સર્કલ માં કોઈ કલાકૃતિ અને ત્યાંથી સ્ટાર ની જેમ અનેક રસ્તાઓ ફંટાય એટલે એક જગ્યાએ કોઈ વસ્તુ ગમી પછી આગળ જઈ તે ગોતવા જાઓ તો સ્ટોલ મળે નહિ. જબરી ભૂલ ભુલામણી હતી.

અજંતા ત્રિમૂર્તિ, ભીમકાલી મંદિર, બદ્રીનાથ વગેરેનાં મોડેલ જોયાં.

એક બહુ સરસ સ્થળની મુલાકાત લીધી.

વળતાં શેરીંગ રિક્ષા માં પ્રહલાદપુર મેટ્રો થી કાલકાજી , ત્યાંથી હોજ ખાસ મેંજેટા લાઈનમાં ત્યાંથી યેલો લાઈનમાં હુડા મેટ્રો અને ફરી રિક્ષા કરી ઘેર.

અમે બે એકલાં હતાં અને અહીં ચાર દિવસ થયા છે તેથી ડર તો હતો જે બરાબર પહોંચી ને પાછા આવશું પણ વાંધો ન આવ્યો.

બધા ફોટા મુકું છું.

https://photos.app.goo.gl/VxjyPdJddPQaafnn6


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ