વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્યારી ગુજરાતી

ભૂ..ભૂ.. કરતા પીવડાવે પાણી,

મમ.. મમ.. કરતા ખવડાવે ખોરાક,

કાલુઘેલું બોલતા બોલતા શીખવાડે વાણી,

      આ છે પ્યારી ગુજરાતી.


 અક્ષરો મળી કરાવે જગની સહેલ,

એક થી અનંત અંકો ગણાવે ગણિત,

પરિવારમાં પ્રેમ વરસાવે સદા માતભાષા,

     આ છે પ્યારી ગુજરાતી.


સંબંધોનો મેળો ભરાવે સૌની વ્હાલી,

 વિષયોનો અનુબંધ કરાવે ભાષા જનની,

શબ્દે શબ્દે ફોરમ ફેલાવે મોરી ભાષા,

   આ છે પ્યારી ગુજરાતી.  


હનિફ એ. મેમણ (રાજ) ડીસા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ