વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પોકેટ મની

પપ્પા, મને પાંચ હજાર રૂપિયા જોઈએ છે. ધાર્મિકે પપ્પા પાસે માંગણી કરી. 

રમણીકલાલ ચોકી ગયા, દર વખતે સામેથી આપવા છતાં પરાણે પાંચસો રૂપિયા લેતો દીકરો દસ ગણા રૂપિયા માગે છે.મનમાં થયું  હિરોને કોલેજની હવા ચડી લાગે છે.

પ્રોફેસરના હાથમાં નોટિસનો કાગળ જોઈ પ્રત્યાન્શુંનો  ચેહરા પરથી નૂર ગાયબ થઈ ગયું. ફરી ફી ભરવાની આવી! છ મહિના પહેલા માંડ માંડ ભરેલ. માતાની બીમારીમાં આ વખતે કઈ વધ્યું નથી. હમણાં  જ પાર્ટ ટાઈમ જોબમાથી પણ ઉપાડ લઈ લીધો છે. પ્રત્યાન્શુંના મગજમાં વીજળી જબકી કઈ નહીં આ વખતે ફુલ ટાઈમ જોબ કરી  માતાને શહેરની નામાંકિત હોસ્પિટલ માં સારવાર કરવી આવતા વરસે ગ્રેજયુએટ થઈશું.

પ્રોફેસર નામ બોલવાની શરૂઆત કરી ત્યાં પ્રત્યાન્શુંનું હદય ધબકારો ચૂક્યું. હમણાં નામ આવશે અને મિત્રો ફજેતી કરશે. માંડ માંડ સહેજ મિત્રો બાજુ નજર કરી તો ક્યારેય નહીં ને આજે ધાર્મિકે  સામે જોઈને મલકાતો હતો. લાગે છે તેને પણ હવે કોલેજની હવા ચડી લાગે છે. એક ઔર ફજેતી કરશે. 

પ્રોફેસર એક પછી એક નામ બોલતા ગયા ફી ભરવાની વોર્નિંગ આપતા ગયા. પણ પ્રત્યાન્શુંનું નામ ના આવ્યું. તે વધારે ટેન્શન માં આવ્યો. શું મારૂ નામ કમી થયું ..........વિચારતો ક્લાસની બહાર આવ્યો.

કોલેજના કલાર્કે ધાર્મિકના હાથમાં પ્રત્યાન્શુંની ફી રિસીપ્ટ આપી. 

 

 

 

 

 

 

  

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ