વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તો જાણું

તો જાણું

-------

કવિ:- જગદીશ રથવી (સ્નેહબંસી)


એક એક પુષ્પ દીધે નહીં ચાલે,

આખોય બાગ આપો તો જાણું,


ચપટીક સ્મિત કયાઁથી નહીં ચાલે,

આખુંયે સ્વરુપ આપો તો જાણું,  


મોજાં થૈ ઉછળવાથી નહીં ચાલે,

આખોય દરિયો આપો તો જાણું, 


રણનાં ઝાંઝવાં બને નહીં ચાલે,

આખુંય ચોમાસું આપો તો જાણું, 


શ્વાસમાં શ્વાસ ભરે નહીં ચાલે, 

આખોય ભવ આપો તો જાણું, 


હથેવાળો કરવાથી નહીં ચાલે,

આખુંય જીવન આપો તો જાણું, 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ