વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સૂતા નાગ


સૂતા નાગ

---------

કવિ:- જગદીશ રથવી (સ્નેહબંસી)


સૂતા નાગ ન જગાડો મારા વ્હાલમા, 

સૂતા નાગ તો સૂતા જ સારા,

હળવેકથી હાથ ન અડાડો મારા વ્હાલમા, 

અડ્યા હાથ તો આઘા જ સારા, 


નથી કોઈ કાન કે નથી ગોપ મારા વ્હાલમા,

નથી કાલીંન્દીનો ધરો કે નથી ગેડીદડા, 

મૂંછ મરડી ન જગાડો મારા વ્હાલમા,

મૂંછાળા તો મૂંગા જ સારા, 


નથી નાગણો કે નથી હીરાના હાર મારા વ્હાલમા,  

નથી વિલાપ કરનાર કે નથી કરજોડનારા, 

વિષધરને વખ છોડાવો મારા વ્હાલા,

વખડાં તો છૂટ્યાં જ સારાં, 


નથી ગોપીઓ કે નથી જશોદા મૈયા મારા વ્હાલમા, 

નથી કુંજગલીઓ કે નથી યમુનાના આરા,

રાસ રમવાનું છોડો મારા વ્હાલમા, 

રાસડા તો જુદા જ સારા, 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ