વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક પગલાંની ઉપર...

 

સૂકા ભઠ્ઠ પણ દર્શનીય દેખાતા રેતીના રણમાં, 

આડાઅવળા, સીધાં અને કપરાં ચઢાણો પર...

એક પગલાંની ઉપર બીજા પગલાંની છાપ...

બીજા પર ત્રીજા અને 

ત્રીજા પર ચોથા પગલાંની છાપ...

 

છાપો એક પછી એક છપાયા કરે,

સમયસંગે વ્યક્તિઓ ભૂંસાયા કરે...

 

આ રણની રેતીની જેમ જ સમય હાથમાંથી 

સરકી રહ્યો અહીં,

સૂચવી રહ્યો શાશ્વત મનને ખૂલ્લેઆમ

સંદેશ દઈ...

 

ખંખેરી દે અહંકાર, વેરભાવ, આળસ અહીં ને અહીં...

ફગાવી દે દોષ, વાંક જગના જોવા કોઈ ને કોઈ...

પરનિંદા, કૂથલી મૂકી દે પલભર બાજુએ તું

વાણીવિવેક, અક્ષયકૃપાના ગુણ વિકસાવી દે તું...

 

સમેટી દે ત્વરિત અધૂરા કાર્યો,

સર્વને પ્રીતિજન જાણી...

ઉજવી લે આ માનવ જન્મારો ઈશ્વરીય કહેણ માની...

સીંચી લે જીવનક્યારો પ્રેમથી 

પ્રભુપોકાર પ્રાર્થી...

 

સંક્ષિપ્ત જીવન જીવી લે મસ્તીથી,

જે રહ્યું શેષ એ...

આ આથમતી સંધ્યા સંગે, 

વિશાળ આકાશની સાક્ષીએ...

 

બાકી,

એક પગલાંની ઉપર બીજા પગલાંની છાપ,

બીજા પર ત્રીજા અને ચોથા પગલાંની છાપ,

છાપો એક પછી એક છપાયા કરે,

વ્યક્તિઓ ભૂંસાયા કરે...

સૂકા ભઠ્ઠ પણ દર્શનીય દેખાતા રેતીના રણમાં, 

આડાઅવળા, સીધાં અને કપરાં ચઢાણો પર...

એક પગલાંની ઉપર બીજા પગલાંની છાપ,

બીજા પર ત્રીજા અને ચોથા પગલાંની છાપ,

છાપો એક પછી એક છપાયા કરે,

વ્યક્તિઓ ભૂંસાયા કરે...

વ્યક્તિઓ ભૂંસાયા કરે...

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ