વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બાવળ

વણજોઇતો વળ ખાઈને,

આમતેમ આગળ વધતો,

ક્યાંક કાતરા ને ક્યાંક પૈડીયા,

એમ આછો આછો સજતો.


વાડે વાડે જોતો લાગે,

આગળ આગળ વધતો,

મુસાફરી કરતાં કોઈને,

ક્યાંય કદી ના નડતો.


તરસથી તરસી રહેલો,

જીવ આવે શરણે ભમતો,

રણકાંઠાની રેતી વચાળે,

છાંયડા જેવું એને ધરતો.


પાલી જેવી પાંદડીઓ માં,

મસ્તાનો થઈ ભળતો,

અંગે કંટક ધારણ કરીને,

રક્ષણ એનું કરતો.



કેટ કેટલું સહન કરીને,

ઊભો ઊભો મરતો,

વનરાજીમાં છો ન ગણતા,

બાવળ બોલું બળતો.


' સૂર્યદીપ '

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ