વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સ્પશૅ

સ્પશૅ 

----

કવિ:-જગદીશ રથવી (સ્નેહબંસી)


એક તો એકાંત અને તારો સ્પશૅ હતો,

વાત શું કરું? મજાનો ઈ વખત હતો,


વાદળ ઘેરાયેલા એ જ આકાશ તળે, 

આપણો જ ધોધમાર વરસાદ હતો,


સહેજ ધીરો પડે ને ફરી હેલી જામે,

વસુંધરાની સેજમાં મીઠો મેળાપ હતો,


નદીઓ બની વહેતો પ્રેમાલાપ જોઈ,

ચાંદો સંતાઈને કેટલો શરમાતો હતો,


મેઘધનુષ્ય બની ચળકતા ચહેરાઓ, 

સ્પંદનો  ઝીલવા હથેવાળો કયોઁ હતો,


કાંત સાથે ઉષા આવીને જગાડી ગઈ,

નહીંતર સંધ્યા લગીનો ઈ સ્પશૅ હતો.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ