વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કોરા મનમાં પ્રીતની મગન...

કોરા મનની અનોખી ભાત,

ઉપસી આવી તારી યાદ,

તસ્વીરની  છે રંગીન ભાત,

કોરા મનમાં રંગીન યાદ.


કોરા મને કર્યો સાદ,

રંગોનો નાં મળ્યો સાથ,

તડપની આ કેવી મજધાર,

કોરા મનમાં હાહાકાર.


કોરા મનમાં ફૂટી કુંપળ,

ધીમું ધીમું મીઠું સ્પંદન,

મનમાં જાગી મીઠી લગન,

કોરું મન પ્રીતમાં મગન.


"અમી "

4/2/2023.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ