વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શીતળા માતા મંદિર ગુડગાંવ

હું હાલ હરિયાણા નાં ગુડગાંવ શહેરમાં છું. મેં અહીંનાં ખૂબ આસ્થા ધરાવતાં શીતળા માતા મંદિર ગુડગાંવ ની મુલાકાત લીધી. અમદાવાદ નાં ભદ્રકાળી ની જેમ આ શહેરમાતા કહેવાય છે એમ જાણ્યું. ઘણી પ્રાચીન અને જાણીતી જગ્યા લાગી.

અમુક દિવસે  દર્શન માટે ખૂબ ભીડ પણ થાય છે. છેક રસ્તાની સામી બાજુએથી ફૂટ બ્રિજ પરથી લાઈનમાં જવું પડે છે.

અહીં લોકો કોઈ જગ્યાએ દીવાઓ કરે છે, ચૂંદડી ચડાવે છે, વાળ ઉતરાવે છે , ક્યાંક કૂકડો કે બકરો રમતો મૂકવા કહી આપી જાય છે. 

એક આખું ઝાડ તેની ફરતે માનતા પૂરી કર્યા ના ધાગાઓ થી એટલું ભરાઈ ગયેલું કે મોટો ઘડો ઝાડ આસપાસ મૂકી તેની પર દોરા વિંટ્યા હોય એવું લાગે. ચૂંદડીઓ પ્રસાદમાં પણ આપતા હતા.  કંકુ નો ચાંદલો કોઈ જગ્યાએ જઈ કરવાનો હતો.

એક વળી ભૂલચૂક માતા હતાં. ખાસ બહેનો શ્રદ્ધા થી નમન કરતી હતી ને કઈક ચડાવતી પણ હતી.

મેઇન રોડ પરથી સામી બાજુએથી  મોટો ફૂટ ઓવર બ્રિજ ક્રોસ કરી લાઈનમાં જવાતું હશે અને અમુક દિવસે લાંબી લાંબી લાઈનો પણ થતી હશે. હું તો શુક્રવારે  નમતી સાંજે ગયો એટલે ભીડ નહોતી.

અહીંની ખૂબ જાણીતી જગ્યા લાગી. ખાસ જોવા જ ગયેલો.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ