વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમનું સરોવર

નાનું અમથું ગામડુ છે. મલપર ગામડામાં નાની નાની ઝુંપડી હતી. ત્યાં રૂડા રૂપાળા અને ભોળા માણસો વસેલા. ભીમા નદી કલકલ કરતી દિવસ રાત વહેતી સહુને પ્રેરણા આપે.

એવાં ગામમાં હિમાંશુ ભાઈના દીકરાના ઘરે આજે નાની છલકનો જન્મ થયો. ગામ આખું રાજી થયું કારણ ચાર પેઢી પછી હિમાંશુ ભાઈનાં આંગણે નાની દીકરીનાં પગલાં થયાં જે રુપ રુપની ધામ છે. આખું ગામ વધામણાં દેવા આવ્યું. ‘વીણાએ તો આપણને ન્યાલ કરી દીધાં દીકરી’, આપીને વરદ પણ ખુબ હરખાતા, આનંદિત થઈને નાચવા લાગ્યા કારણ કે ધનજીભાઈ એ બહુ જ માનતાઓ કરેલી દીકરી માટે. જે આજે ફળી હતી. હિમાંશુ ભાઈનાં પિતા ધનજીભાઈએ આખા કુટુંબ સાથે ગામનો ધુવાડો બંધ કરાવીને આખું ગામ જમાડયું. 

વીણાના સાસુ શરલાએ વીણાને ખાનદાની હાર ભેટ આપ્યો. વીણા પોતાને નશીબદાર સમજતી અને છલકને ખોળામાં લઈને નીરખતી. ચાર પેઢીમાં જેણે દીકરી નો જોઈ હોય એને તો દીકરાથી વિશેષ હોય. બધાં ને જલેબી વહેંચીને રાતના સહુ છલક ને રમાડવામાં ધેલા થાય. એમ કરતાં દિવસ વિતવા લાગ્યા. આનંદની લહેરોમાં બે વર્ષ વિતી ગયાં. શરલા બેન તો છલકની કાલી ઘેલી વાતોમાં ખોવાઈ જાય. વરદ પણ એને આખા ઘરમાં રમતા જોઈ ને ધેલો થઈને દીકરી સાથે વાતો કરતાં સમય પસાર કરે. હવે છલક ફળીયામાં રમવા લાગી. ધનજીભાઈ ગામમાં જાય તો છલક ને સાથે લઈ બાપા ફરવા નિકળે અને દેવાંશ બાપાની ડેલીએ જાય. 

આ ગઢપણ અને દેવાંશ બાપા જેવા મિત્ર અને છલક સાથે વાતો કરતાં ધનજીભાઈ જગતને ભુલાવી અને દેવાંશ બાપા સાથે બેસીને ચિંતન કર્યા કરતાં. દેવાંશ બાપાનાં મોટાં ભાઈનાં મોટાં દીકરાનો દીકરો કુશાલ ચાર વર્ષનો એ છલક સાથે રમે બંનેને બહુજ બને. એ નાના બાળકો એવી વાણી બોલે મીઠી કે જાણે વર્ષોથી એકબીજાં ને ઓળખાણ છે. કુશાલ રંગે ગોરો અને કુદરતનું સાનિધ્ય માણવાનો એને શોખ. ધનજીભાઈ અને દેવાંશ બાપા સાથે બાળકો ને લઈ ને બગીચામાં જાય અને છલક ને કુશાલ કુણા કુણા ઘાસમાં રમે. જુઈ ડોલર ચંપો ચમેલી. મોગરો સૂરજમુખી ને કરેણ વળી લાલ પીળાં ગુલાબ. બધાં ફુલો જોઈ ને કેટલા હરખાઈ જાય. કુશાલ ઈક ગુલાબ તોડીને છલક ને આપે અને છલક હોંશેહોંશે લઈને નાના નાના વાળમાં લગાડવાની કોશિશ કરે છે. એટલે કુશાલ એને વાળમાં ફૂલ લગાડવામાં મદદ કરે. ધનજીભાઈ અને દેવાંશ બાપા આ બધું જોઇને વિચાર કરે છે કે આ બંને બાળકો ને આટલી સમજણ કયાંથી આવી. ભાગ હોયતો બંને બાળકો વહેચી ને ખાય.

એમ કરતાં દિવસ વિતવા લાગ્યા છલક પાંચ વરસની થઈને શાળામાં મુકીને એણે બધીજ કવિતાઓ મોઢે કરી. કુશાલ. પણ એજ શાળામાં હતો આખા ગામમાં મહાત્મા જયોતિબા ફુલે. નામની ઈક જ શાળામાં સહુને શિક્ષણ આપતાં.

ધનજીભાઈ અને દેવાંશ બાપા સાથે બાળકો ને શાળામાં મુકીને પછી નદીએ ફરવા નિકળ્યાં થોડીવાર પછી દેવાંશ બાપા બોલ્યા ધનજીભાઈ સાંભળે છે. કુશાલ અને છલક ને હંમેશા આપણે સાથે રાખીશું દેવાંશ બાપા ને નદી કિનારે ચાલતાંચાલતાં વાત મુકી. ધનજીભાઈ બોલ્યા. દેવાંશ તેતો મારાં દીલની વાત કરી ઘરે જઈએ બધાં ને આ ખુશખબર આપીએ. 

જાણે બંને મિત્રોને નિમિત બનાવી ભગવાન આ. પ્રેમ સરોવરના મંડાણ કરાવવા આતુર હોય. નદીએ ફરવાની મજા હવે વધારે આવી. ખળખળ વહેતી નદીની ધારામાં છલક સાથે કુશાલ ને પરણાવવા ના કોડ ધનજીભાઈ અને દેવાંશ બાપા ને જાગ્યા. આપણે આજે છીએ કાલે નથી માટે.આ સગપણ થાય તો આપણી દોસ્તી અમર રહે.

આવી રીતે વિચાર કરીને બન્ને મિત્રો ખુબ હસ્યા અને નદીની ધારામાં રંગબેરંગી માછલીઓ ને નિહાળવા લાગ્યા. ઘરે આવ્યા અને બધાં ને ભેગા કર્યા. ધનજીભાઈ અને દેવાંશ બાપા 
એ પોતાનો વિચાર જણાવી અને છલક સાથે કુશાલ ને પરણાવવાની વાત કરી એટલે કુશાલ ના પિતા જીનેશ ભાઈ બોલ્યા કે આ તો હજી બાળકો છે. અને મોટા થાય પછી જ આપણે વિચાર કરીએ. એટલે દેવાંશ બાપા પોતાના ભત્રીજા ને કેવા લાગ્યા કે જો જીનેશ મારાં મોટા ભાઇ ગુજરી ગયા પછી તારી બધીજ જવાબદારી મે લીધી છે. માટે હું જે કરું એ ભવિષ્યમાં સારુ થઈ ને સામે આવશે. ઈક સારુ ચોઘડિયું જોઈ ને છલક ને કુશાલની સગાઈ કરી ને નવી શક્તિ સાથે ફરી જીવવાનું શરૂ કર્યુ. હવે તો બંને બાળકો શાળા એ જાય એમ કરતાં શરદ ને જીનેશ બેય વેવાઈ બન્યા અને મમતા જીનેશ નાંમાં પણ આ સબંધથી રાજી હતા. 

છલક બાર વર્ષની થઈ એટલે કુશાલ એને બોલાવે રમે જમવાનું કે ત્યારે એ થોડી જીદ્દ પણ કરે એટલે કુશાલ એને મનાવવા માટે બગીચામાં જાય અને ફુલોનો ગજરો ગૂંથી લાવે 
અને છલક ને ખભે હાથ મુકીને પછી કહે જો મારી વ્હાલી તારાં માટે ગજરો તુ કેટલી સુંદર છે. ગજરો લગાવ તો નવવધુ લાગે. છલક ને બહુજ ગમે. એકબીજાને નીરખવામાં કલાક સુધી બહારની દુનિયા ભુલાવી દેતાં. ભણવામાં પણ હોશિયાર હતા. શાળામાં દશ સુધી ભણતર હતું એટલે કુશાલ ના પિતા એ એને શહેરમાં મોકલવાની તૈયારી કરી. અને છલક એ દિવસે ખુબજ રડી. કુશાલ ને ખંભે માંથુ મુકીને એ આભ વરશે એટલું રડી કુશાલ એને વાળમાં હાથ મુકીને પછી કહે જો મારી વ્હાલી તારાં વિનાં ના જીવાય અને છલક ના ખોળામાં માથું મુકીને પછી કહે જો પાંચ વરસની વાત છે.

પછી આપણે પાછા મળીશું. પણ છલક ને જાણે કાળજામાં કટારી વાગે ને એવી વેદના થઈ. એ સાંજે બંને પ્રેમી નદી કિનારે ચાલતાં ચાલતાં મીઠી મીઠી વાતોમાં ખોવાઈ ગયાં નદીના જળમાં પગથી છબછબિયાં કરવાં લાગ્યા. એકબીજાને હિમ્મત આપવા લાગ્યા ખાસ્સો સમય સાથે વિતાવી ને બંન્ને ઘેર આવ્યા. 

બીજા દિવસે કુશાલ મુંબઈ ભણવા ગયો અને છલક એકલી પડી ગઈ પછી દેવાંશ બાપા બોલ્યા આ ભણવામાં હોશિયાર છે. તો છલક ને પણ મુંબઈ ભણવા મોકલો. ધનજીભાઈ બોલ્યા અમારી જાજી ખોટની દીકરી ને દુર નથી મોકલવી મન માનતું નથી છલક ઈક પથ્થરની મુર્તિ જેવી બની ગઈ. હશે નહી રડે નહી જમે નહી. હિમાંશુ ભાઈ બહુજ દુખી થયાં વરદ ને કહયુ ગમેતેમ કર પણ આને મુબઈ ભણવા મોકલો. ધનજીભાઈ ને તાવ આવ્યો અને અચાનક તબિયત બગડી ને રામશરણ પામ્યા. એમનું કાર્ય પતાવીને વરદ મુંબઈ ગયો. 
છલક ને માસીના ઘરે મુકીને કોલેજમાં એડમિશન કરાવી અને પાછો. ગામડે આવ્યો. દેવાંશ બાપા ને ધનજીભાઈનો વિરહનો ખમાયો એમાય છલક ને કુશાલ પણ નહોતા.

છ માસની અંદર દેવાંશ બાપા એ વિદાય લીધી. એટલે. કુશાલ કાર્યમાં આવ્યો છલક ને. પણ બોલાવી હતી. બંન્ને ત્રણ વર્ષ પછી મળ્યા એકબીજાને વળગી ખુબ રડયા. હિમાંશુ ને હવે સમજાયું કે આ કોઈ પુર્વ જનમના પ્રેમી પંખીડાં છે. અંતે બંન્ન ને સાથે મુંબઈ જવાનું નક્કી થયું ઈક જ હોસ્ટેલમાં રહીને ભણવામાં છલક ને કુશાલ ખુબ હરખાતા સમય મળે ત્યારે ફરવા નિકળ્યાં. હે કુશાલ મને તું સાથે છે તો બહુજ સુંદર જીવન લાગે છે. વહાલા આપણાં લગ્ન થાય પછી દેવાંશ બાપા અને ધનજી બાપાનું નીમ પુરુ થાય.

હા ડીયર એજ છે આપણાં જીવન ના શિલ્પકાર. આપણે હંમેશાં એના રૂણી છીએ. છલન ને કુશાલ બંને દાદાની યાદમાં ખોવાઈ ગયા. બાળપણમાં જે રમતો રમતાં અને. બંને બજારમાં નિકળ્યા વેણી લ્યો ગજરા લ્યો. એવો અવાજ આવ્યો કુશાલ આગળ જઈને ઈક ગજરો લીધો. અને છલકને લઈ ને ઈક બગીચામાં બેઠાં અને છલક ના રેશમી વાળમાં ગજરો લગાવ્યો છલક કુશાલ ને ખંભે માંથુ મુકીને નીલા આકાશમાં જોવા લાગી સમય થતાં બંને પ્રેમી પંખીડાં પરીક્ષાની તૈયાર કરવાં લાગ્યા અને સારા ટકાથી પાસ થયા. ને પછી બંનેનાં લગન લેવાયા હિમાંશુ દાદા ભારે હૈયાં સાથે લગ્નની તૈયારીઓ કરવા કુશાલ ના પિતા જીનેશ ભાઈ પણ વેવાઈને સાથે રાખી અને દેવાંશ બાપા અને ધનજીભાઈનાં સપના ને પુરા કરવામાં લાગી ગયા. ઘરમાં રંગરોગાન થયાં તોરણો બંધાયા છલક ને ગમતા દાગીના ઘડાવયા પગનાં ઝાંઝર પંદર તોલાના તો ધનજીભાઈ કરાવી ને ગયાં શરલા બેન તો હાર ફુલ કાનના હાથની રત્ન જડીત ચુડી દાણીયુ રાણી માળા. બધુજ છલક ને આણામાં આપવા ના છે. વીણા ને વરદ પણ ખુબ હરખાતા આનંદિત થઈને લગ્નની તૈયારીઓ કરવા લાગ્યા. 

કુશાલ ના પિતા જીનેશ ભાઈ પણ વરરાજાના શણગાર તૈયાર કરવામાં મગ્ન બન્યા આખું ગામ શણગારી ને દરેક ઝાડમાં લાઈટો લગાડવામાં આવી લાલ પીળાં ગુલાબી જાંબળી લીલા 
સફેદ કેસરી એવા રંગબેરંગી લાઈટના પ્રકાશમાં ગામ જાણે ઈન્દ્રની સભા જેમ શોભતું હતું. મોટા માંડવામાં ચોરીઓ મુકવામાં આવી આસોપાલવનાં તોરણો બંધાયા છલક ને શ્રી ગણપતિનાં ચરણોમાં વંદન કરાવી ને પછી પીઠી ચોળી ને શરલા બેન ઈક ખુણે જઈને ઘનજી ભાઈ ને દેવાંશ બાપા ને યાદ કરતાં રડી પડ્યા છલક પણ દાદા ને યાદ કરતાં ઉદાસ થઈ. આજે એ વડીલો હોત તો કેટલા હરખાતા હોત હિમાંશુ ભાઈ બોલ્યા એમની કમી પુરી કરવાંની તો શક્તિ નથી પણ કોશિશ જરુર કરીએ શહનાઈનાં સુરમાં બધાં ખોવાઈ ગયા અને દાળ ભાત શાક રોટલી પાપડ અથાણુ મરચા શેવ શિરો શ્રીખંડ ગુલાબ જાંબુ પનીર પાલક વગેરે જમણવાર થયો. ડાન્સ ને ગરબા રમ્યા. 

આજની રળિયામણી રાતે છલકનું રુપ સોળે કળાએ ખીલયુ પાનેતર ને મોડીયામાં બેની. બહુજ સુંદર શોભતી હતી. આ બાજું કુશાલનાં ઘરે પણ ઉત્સાહ સમાતો નહોતો. જાન નીકળી ને શોભા જોઈએ બધાં મુગ્ધ બન્યા. નાચતા કુદતા જાન માંડવે આવી વરના વધામણાં થયાં સાજન મહાજન માંડવે બેઠું ને બૈરાં ઓ ગીતો ગાવા લાગ્યા. 

નાણાંવટી રે સાજન બેઠું માંડવે મહુરત પ્રમાણે ફેરા લેવાયાં અને વિદાયની વસમી વેળા આવી બધાને હૈયું ભારી થયું આજે તારા મનનો આનંદ છે. છતાં વિદાયની પળો બહુજ કઠણ છે. હિમાંશુ દાદા ભારે હૈયાં સાથે છલક ને મળ્યા દાદા ને છાતીમાં માથું મુકીને છલક ધ્રુસકે ધ્રુસકે રડી દાદી શરલા બેન તો સાવ ભાંગી પડયા પિતા વરદ માતા વીણા બધાને જાણે કાળજામાં કટારી વાગે ને એવી વેદના થઈ દીકરી વળાવવી એ બહુજ ભગીરથ કામ છે કાળજા કેરો કટકો મારો ગાઠથી ચુટી ગ્યો એવાં વિદાય ના ગીતો સાથે છલક ને કુશાલ હવે વડીલો ને પગે લાગી નેે કારમાં બેઠાં ચાલતી કારની ડમરીઓ જાણે નવુ પ્રકરણ લખી રહી છે.

કુશાલ હવે મદ ભરી આંખોથી છલક ને જોવા લાગ્યો નવી પરણેતર ને જોવા કેટલા વરસોથી રાહ જોઈ છે. આજે તો મન ભરીને આ પળો ને માણવી છે. છલકનો મેંદી મુકેલો હાથ લગ્નનાં ચુડાથી શોભી રહયો છે. કુશાલ ઘીરેથી હાથ પર હાથ મુકયો અને છલક ને આજે અનોખો અનુભવ થયો એ શરમાઈ ગઈ. ઘરે આવ્યા એટલે ફુલદડા રમ્યા બીજા રિવાજોને ન્યાય આપી આખરે છલક ને ઓરડામાં મોકલી ને બધાં જુદા પડયાં કુશાલ હળવેથી આવ્યો અને છલકનો ઘુંઘટ હટાવીને ચાંદ જેવા મુખડા ને જોઈ રહ્યો. છલકે શરમાઈ ને આંખો મીંચી મારી વહાલી આજે તારા મનનો આનંદ પ્રગટ કરવાનો દીવસ છે. એના કપાળમાં ચુંબન કર્યુ અને નવયુગલ એકાકાર થયાં. 

ઝમઝમ કરતી રાત વહેતી રહી સવારે વહેલી ઊઠી ને છલક નિત્ય કર્મમાં લાગી ગઈ. કુશાલ પણ જાગી ગયોઅને બધાં દેવદરશન કરીને નાસ્તો કરવાં બેઠાં જીનેશ ભાઈ પણ કામ પર ગયાં સરસ જીવનની ઘારામાં મન મુકીને બંને પ્રેમી પંખીડાં મહાલી રહયા છે. કુશાલ ચાલોને આજે નદીએ ફરવા આપણે બંનેનાં દાદા ને યાદ કરીશુ કુશાલ ને વિચાર ગમ્યો એટલે બંને પ્રેમી પંખીડાં નિકળ્યાં ચાલતાં ચાલતાં નદીનો પટ આવ્યો એટલે કિનારે બેઠા પાણીમાં તરતી માછલીઓ ને નિહાળવા લાગ્યા કુશાલ સાંભળ ને મને નદીમાં તરવાનું મન છે. કુશાલ કહે જો તને શરદી થાય તો ના હું તો જાવ છું છલકે નદીની ધારામાં પડતું મુકયુ તરવા લાગી એટલે કુશાલ એને પકડવા માટે પડયો પાણીમાં બંનેની હરીફાઈ થઈ કોણ સામે કાંઠે જાય. તરવામાં બંને કુશળ એટલે ગામમાં બધાં ને ખબર પડી એટલે બધાં નદીએ આવ્યા ધનજીભાઈ અને દેવાંશ બાપા નાનપણમાં બેયની હરીફાઈ કરતાં 

જીતે એને સારો શિરપાવ આપતાં આજે બંને ફરીથી બાળકો બની ગયાં છે. એટલે ઈક ભાભા દોડતા આવ્યા કે. નદીમાં પુર આવવાની એંધાણી છે. બેય માણા ને બહાર કાઢીએ પણ જીતવાના ઝનુનમાં બેય અડધી નદી એ પહોંચી ગયા ઘરનાં સભ્યો ને ખબર પડી એટલે હિમાંશુ ભાઈ શરલા બેન વરદ વીણા બધાને ધ્રાસકો પડયો કે હવે શું થાય બધાં બૂમો પાડે છેં. પણ નદીની ધારામાં કાંઈ સમજાતું નથીં અને વાદળ ફર્યા ધોધમાર વરસાદ પડ્યો નદી તોફાને ચઢી કુશાલ ના પિતા જીનેશ ભાઈ પણ રડમશ થઈ ગયાં. બંને પ્રેમી દેખાતા બંધ થઈ ગયાં. બસ પાણી જ પાણી શરલા બેન લાંધણ નાંખી કે છલક ને કુશાલ સલામત મળે આખી રાત વહેતી રહી સવારે પાણી ભરાવાથી કાદવ જામેલો હતો અને નદી શાંત પડી ગઈ. પણ આખું ગામ ઉદાસ થઈ ને બેઠું. છલક ને કુશાલ હવે બહુજ દુર તણાઈ ને આદિવાસીઓ ના વિસ્તારમાં પહોંચી ગયા. બંને બેભાન હાલતમાં હતા. એટલે આદિવાસીઓ એ ઘરે લઈને સેવા કરી અનેક જડીબુટ્ટી ઓ વાટી ને લગાવી પછી બે દીવસે કુશાલ ને હોંશ આવી પણ છલક એમજ હતી. એ બહુજ દુખી થયો. પણ આજુબાજુના વિસ્તારમાંથી મોટાં ડોકટ ને બોલાવી ને છલકનો ઈલાજ કરાવ્યો આદિવાસીઓનો આભાર માની અને છલક ને લઈને હોસ્પિટલ આવ્યો. અહીં શરલા બેન લાંધણમાં હતા એને કુશાલ ના પિતા જીનેશ ભાઈ એ સમાચાર આપ્યા આપણા બાળકો જીવંત છે વિઠઠલ હોસ્પિટલમાં છે. બધાં જ એકી સાથે મળ્યા અને હોસ્પિટલ આવ્યા. પણ છલક હજી બેભાન હતી વરદ તો સાવ ભાંગી પડ્યો દીકરીની આ દશા જોઈને સારવાર ચાલે છે. એમાં ખબર પડી કે માથાંમાં પથ્થરનો માર વાગ્યો છે. એમાં હિમાંશુ ભાઈ બોલ્યા કે હું મુંબઈની મોટી હોસ્પિટલમાં ઈલાજ કરાવીશ. 

આંઠ દિવસ થયાં એટલે છલક ને મુંબઈની મોટી હોસ્પિટલમાં એડમીટ કરી. વિરમાતા જીજાઈ હોસ્પિટલમાં. છલકની સારવાર ચાલુ થઈ. વીણા ને વરદ પુત્રીની આ દશાથી બાવરા બની ગયાં છે. કેટલીય માનતાઓ કરવા લાગ્યા. અને દેવાંશ બાપા અને ધનજીભાઈ ને પણ બધાં પ્રાર્થના કરવા લાગ્યા કે તમારી વહાલી દીકરી ને સારું કરી દો. કુશાલ બાઘા જેવો થઈને ફરે છે. બીજા દિવસે અમેરિકાથી વરદનો દોસ્ત મળવા આવ્યો અને બધી વાત જાણી ને કહેવા લાગ્યો કે. ડોકટર પરિતોષ અમેરિકામાં છે. જે આવાં કેશ ને સુધારે છે.પણ પૈસા બહુ થાય. હિમાંશુ દાદા બોલ્યા મારી વ્હાલી દીકરી માટે પૈસાની ચિંતાનો કરો હમણા જ કોલ કરો. એટલે ડોક્ટર પરિતોષ ને ફોન જોડયો બઘી વાત જાણી ને અને દેવાંશ બાપા ના કુળની વહુ છે. એ જાણી ને તરત જ ફલાઈટમાં બેઠા અને વિચાર કરે છે કે જયારે ડોક્ટરનો કોર્સ કરવાં પૈસા ખુટયા તા અને મે વિચાર્યું કે હવે મારુ કેરિયર ખતમ છે. અને એક ઉત્સવમાં દેવાંશ બાપાનો પરિચય થયો તો ત્યારે કંઈ પણ શરત વિના ઈક લાખ આપ્યા અને કહયુ તુ જા દીકરા તું મોટો ડોક્ટર બનીને આવીશ ત્યારે મારા પૈસા વસુલ થઈ જશે અને આ મતલબી દુનિયામાં હું આ મહામાનવ ને જોઈને ગદગદીત થઈ ગયો હતો. આજે એ રુણ ચુકવવાની વેળા આવી છે.મુંબઈ એરપોર્ટ પર વિમાન ઉતર્યુ ત્યારે તંદ્રા તુટી અને સીધા જ દેવાંશ બાપાની ડેલીએ આવ્યો બધી વાત જાણી ને પછી હોસ્પિટલમાં ગયા છલક ને જોઈને ઈલાજ શરુ કર્યો આજે દશમો દીવસ હતો.

બે કલાકમાં જ ડોક્ટર પરિતોષે સારા સમાચાર આપ્યા કે બીજો મહીનો છે. બે કલાકમાં છલક ને હોંશ આવી શરલા બેન તો હાર ફુલ મીઠાઈ લઈને દેવ મંદિરમાં ગયાં માનતાઓ પુરી કરવાં લાગ્યા. છલક ને હોસ્પિટલમાંથી છુટ્ટી મળી બધાં ઘરે આવ્યા ડોક્ટર પરિતોષ ને કેટલા પૈસા આપવાનાં છે. એમ પુછતા ડોક્ટર પરિતોષ બોલ્યા છલક સારી થઈ અને ઘેર આવી એજ મારી ફી છે. કુશાલ હવે બહુજ ખુશ હતો બંનેનાં પ્રેમનું ફુલ ખીલવાનુ છેં. નવ મહિના થયાં અને છલકે જુડવા દીકરાઓને જન્મ આપ્યો. દુધ જેવા દીકરાઓને જોઈને બંને કુળની આંખો ઠરી. નામ આપ્યુ દેવ ધીરેન આમ આ પ્રેમનું સરોવર વધુ છલકાયુ અને દેવાંશ બાપા અને ધનજીભાઈનાં સપનાનાં વાવેતરમાં વસંત આવી. 

કુશાલ ને છલક હવે બહુજ આનંદમાં જીવન ના પથ પર ચાલવા લાગ્યા. બંને બાળકો ના લાલનપાલનમાં લાગી ગયાં. કુશાલ ના પિતા જીનેશ ભાઈ તો બંને બાળકો સાથે કાલી ઘેલી વાતોમાં ખોવાઈ જાય અને દીવસ પણ ટુંકો પડે. આમ બંને પ્રેમી પંખીડાંનો માળો ફોરમવા લાગ્યો.

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ