વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આ કેવી કહાણી?

આ છૂટા પડ્યાની કેવી કહાણી?
ન તો આખરી મુલાકાત થઈ,
કે ન તો છેલ્લીવાર વિડિયો કોલ થયો,
ન તો ક્યારેય જૂદાં થવું પડશે,
એવો કોઈ અણસાર આવવા દીધો,
બસ એક દિવસ અચાનક એ છેલ્લો મેસેજ આવ્યો,
કે હવે અલગ પડવાનો સમય આવી ગયો છે,
અને કારણથી અજાણ હતા કોઈ એવું ક્યાં હતું?

ન તો એમણે રોક્યા કે‌ ન તો એ રોકાયા,
એ પછી એમણે કેટલીય રાતો રડીને વિતાવી હશે,
અને છોડીને જનાર વ્યક્તિ એ હંમેશને માટે એમને ભૂલાવી દીધાં,

કોની હાર થઈ અને કોની જીત?
પ્રેમ હતો એનું શું થયું?
પેલા જે રંગીન સપનાંઓ સાથે મળીને જોયા હતા એનું શું થયું?
બધું જ એક ઝાટકે ખતમ?

જે એમ લાગતું હતું કે આ સપનાં બધા હવે હકીકત બની જશે,
ત્યાં જ છૂટા પડવાનું કેમ થયું અને એ પણ એક નજીવા કારણે?
એ હજુ પણ કોઈકની ઈંતેજારીમા ઊભા હશે,
અને છોડીને જનારા ક્યાં કોઈની રાહ જોતા હોય છે!

આ કેવો નિયતિનો ખેલ છે,
સાથે રહ્યા ત્યારે કશી બરકત થ‌ઈ નહિ જીવનમાં,
અને છૂટા પડ્યા પછી એમના જીવનમાં બરકત તો થ‌ઈ,
પણ જે કારણથી છૂટા પડવાનું થયું,
એ ઘટના પાછળથી બની જેનો હવે શું મતલબ?
છોડીને જનારા હવે ક્યાં પાછા આવશે! 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ