વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લાગણી

એકધારી વહી જતી જિંદગીમાં,

અચાનક થયેલું કો'ક નું આગમન.

એક અજાણ્યો ચહેરો, એક અલગ જ વ્યક્તિત્વ,

જે નથી દોસ્ત...હમસફર પણ નથી...

કદાચ એથી પણ કંઈક ખાસ લાગે છે...

મહામહેનતે બંધ કરી રાખેલા દિલના એ દરવાજાઓ,

આપોઆપ એક-એક કડી ખુલવા લાગે છે.

ઢગલાબંધ વાતો, સપના થી હકીકતની ફરિયાદો,

જે ક્યારેય કોઈ સાથે નથી કરી...''Nidhi''

એ છે અજાણ્યો... સંબંધ ના નામે શૂન્ય...

જિદ્દી છું હું, ક્યારેય કોઈની વાત હું નથી માનતી...

પણ એના એક-એક શબ્દને આંખોથી દિલમાં ઉતારવાનું મન થાય છે.

કોઈ જ અધિકાર મેં નથી આપ્યો એને.

છતાં એ હક જતાવે એની રાહ જોવાય છે.

જ્યારે કાંઈ જ નથી ગમતું...ક્યાંય મન નથી લાગતું...

ભીડમાંથી એક ચહેરો મને શોધતો આવી જાય છે

કોઈનું કાંઈ સાંભળતી નથી, અડીયલ છું હું,

પણ જ્યારે એ બોલે છે, એના શબ્દોમાં ખોવાઈ જવાય છે.

ગજબ છે યાર...કોઈ સંબંધ નથી મારે એની સાથે...

જાણું છું....ક્યારેય થવાનો પણ નથી....

તોયે એ મારા થી વધુ મને મારો લાગે છે.

કોઈ આકર્ષણ નથી... પામવાની ઈચ્છા પણ નથી...

છતાં એક-બીજાને ખુશ કરવાની હરીફાઈ થાય છે...

હા, પ્રેમ કરું છું, પણ ક્યારેય કહીશ નહીં એને,

એને ખોવાના વિચાર માત્રથી ધ્રુજી જવાય છે.

''એ'' જાણે કે મારા હૈયાના પુસ્તકનું પહેલું પાનું...

અંદરની વાર્તાઓ બદલાશે, કદાચ કવર પણ બદલાય.

એની જગ્યા એજ રહેશે, જે હતી અને છે...






ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ