વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ક્રેડીટ કાર્ડ - ભૂતકાળ બનવા જતી પ્રોડક્ટ

શું ક્રેડિટ કાર્ડ ભૂતકાળની વાત બની રહી છે?


--------------------


વખત વખતની વાત છે! જેમ એક વખત સહુ ફોન માટે તડપતાં, કોઈ નજીકના ઘેર ફોન હોય તો સંદેશ આપતા, કોઈ ફોન હોય તેને ઘેર  ફોન કરવા કે રિસિવ કરવા જતાં. ફોન પ્રતિષ્ઠાની ચીજ હતી. પછી લેન્ડ લાઈન  સહુએ પરત કરી મોબાઈલ રાખ્યા,




અને  એમ જ, ગેસ માટેની  લાઇનનો તો સહુને ત્રાસદાયક અનુભવ છે.  ગેસ સિલિન્ડરની જગ્યાએ  પાઇપ ગેસ આવી ગયો.




તેમ  આપણે એક વસ્તુ વધુ સારી ને સુવિધા ભરી લાગતાં જૂની સુવિધાને આવજો કહીએ છીએ. એવું જ આજ કાલ ક્રેડિટ કાર્ડનું બની રહ્યું છે.




પહેલાં ક્રેડિટ કાર્ડ લીધું  હોય તે મોભાની વાત ગણાતી. તેમાં એડઓન નું પ્રોવિઝન હતું જે તે વખતે અન્ય પ્રોડક્ટમાં ન હતું.  ખાસ સંજોગોમાં બહાર રહેતાં સંતાનો કે પતિ સાથે ન હોય ત્યારે એકલી  મોટી ખરીદી કરતી ગૃહિણીને કામ લાગતું.




તેનાં બિલ ભરવા અમુક ખાસ જગ્યાઓ હતી જેવી કે પેટ્રોલપંપ પર ડ્રોપ બોક્સ . બેંકના સમય સિવાય ત્યાં ચેક નાખવા જવું પડતું. બહુ મુશ્કેલીએ બાદ ક્રેડિટ કાર્ડ પેમેન્ટ માટે એકાઉન્ટ નંબર આવ્યા. ટાઇપ કરંટ ખાતું. એ સારું ચાલે છે. હવે તો નેટ બેન્કિંગ થી તેનું બિલ ભરી શકાય છે.




ક્રેડિટ કાર્ડમાં આખરે આ નહીં તો આવતા મહિને ભરવાના જ છે, બાકી પર  વર્ષે 36 ટકા જેવું વ્યાજ ચડે છે. 45 દિવસ ની સાઇકલ હોય તે બીજા મહિને વચ્ચે આવે જ. જો ક્રેડિટ કાર્ડ ન વાપરવું હોય તો   ઇનેબલ કરો તે  મર્ચંન્ટ વ્યવહારો અને ઇન્ટરનેશનલ વ્યવહારો ચાલે એવું  એટીએમ જોઈએ, નહીં તો વિદેશ મુસાફરીમાં મુશ્કેલી થઈ શકે. ધન્ય છે   ફોરેન ટ્રાવેલ કાર્ડ ને અને નવાં ડેબિટ કાર્ડને. તમે વિદેશી કરન્સી અહીંની લિમિટમાં ત્યાં ઉપાડી શકો જો  ઇન્ટરનેશનલ ઇનેબલ કર્યું હોય .



એને બદલે હવે બધે upi, ગૂગલ પે, પે ટી એમ  વગેરે ચાલે છે તેમાં ખાતામાંથી તરત ડેબિટ થાય છે, પાકીટમાં કેશની જરૂર નથી. તેમાં ભવિષ્યમાં પેમેન્ટ ની સુવિધા ન હોઈ વ્યાજ ચડવાનો પ્રશ્ન નથી અને ફ્રોડ ના ચાન્સ પણ ઘટી જાય છે. અને  હવે તો એ એપ થી પ્લેન કે ટ્રેન બુકિંગ માં અલગ ડિસ્કાઉન્ટ મળે છે.



આથી આખરે હવે લોકો ક્રેડિટ કાર્ડ પરત કરવા લાગ્યા છે જે હમણાં સુધી પ્રતિષ્ઠાની વસ્તુ ગણાતી. લોકોને ક્રેડિટ કાર્ડ સમજીને વાપરવાના  ફાયદા પણ સમજવા જરૂરી છે. જ્યારે આવતા  મહિને ન જ ભરી શકાય ત્યારે ઇએમઆઇ ની સુવિધા ક્રેડિટ કાર્ડમાં મળે પણ વ્યાજ સારું એવું ચડે. 


આપણે જો સોડ પ્રમાણે સાથરો તાણવો હોય ને આ નહીં તો આવતા મહિને જે મોટો ખર્ચ થયો તે પણ ભરવાનો જ હોય તો ક્રેડીટ કાર્ડ જ શા માટે! 2000 રૂ. સુધી તો વોલેટ માંથી પણ કરી શકાય છે. બાકી ખાતું  upi દ્વારા તરત ડેબિટ થાય જ છે.  ઓનલાઇન બિલ વગેરે માટે નેટ બેન્કિંગ પણ વર્ષો થી છે. આથી ક્રેડિટ કાર્ડનો હેતુ સામાન્ય ભારતીય માણસ માટે ઓછો થતાં તે પરત આપી વાર્ષિક ફી બચાવવા લાગ્યો છે.




really, old order changes giving place to new!


ખૂબ સમજીને ક્રેડિટ કાર્ડ વાપર્યાં છે તેઓ પણ આખરે  તે પ્રોડક્ટને વિદાય આપી રહ્યા છે. હાથવગી બીજી નવી સુવિધાઓને કારણે.


સુનીલ અંજારીયા



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ