વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કળીએ કળીએ કપાય છે..

કળીએ કળીએ કપાય છે...

જીવ કળીએ કળીએ કપાય છે ત્યારે,
ના થવાની નદીઓ વહેતી થાય છે જ્યારે.

કલપનાવિશ્વના સપનામાં વસંત મ્હોરાય છે,
પતઝડના અડિંગોનો ભરડો, ક્યાં છૂટતો જાય છે ?

મનના આનંદની સીમમાં, આંખ જેવું કાણું દેખાય છે,
બખોલની વધતી માવજત, હાથ અંદર સુધી જાય છે.

દાંતની બત્રીસી પાછળ, ખુશીના મોજા આનંદાય છે,
ફીણ ગળતા ગળતા, આંખોમાં દર્દની ભીનાશ વરતાય છે.

જીવનમાં જાણતા હતા, મુશ્કેલીઓ અપરંપાર મળશે,
અજાણતાંજ સપના પાછળ, થોડી ક્ષણો વપરાય છે.

"" અમી ""

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ