વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગાડરિયો પ્રવાહ ચાંદ સાચો મિત્ર.

    Rachna :-   Gadariyo pravah 
       
        Other :- Chandrika.patel.

                D:- 22-4-2024.

એક વખતની વાત છે.એક છ ,સાત વષૅનો બાળક સ્કૂલ જતો હતો.તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતો.તેનું નામ રવિ હતું. તેની સાથે 
ભણતા છોકરાઓ ખૂબજ મસ્તી ખોર હતા . તેમને ભણવામાં રસ ન હતો. એટલે બધા મળી રિસેસમાં ધીંગામસ્તી કરતાં હતાં.શરૂઆતમાં 
બધા રવિને બોલાવતા.પરંતુ રવિ હંમેશા પોતાનું હોમવકૅ કે, બીજું ભણવામાં લાગી જતો.પરંતુ
આ બધાની સાથે રમવા જતો નહિ.
 
તેની સાથે  લાલુ અને જગુ નામના બે છોકરા પણ હતા. તેઓ બે વષૅથી નાપાસ થતાં હોવા થી ઉંમરમાં મોટા અને વધારે ઢીઢ ને જૂઠ્ઠુ બોલનાર હતા. તેમને  હોશિયાર છોકરીઓથી ખૂબ જ ઝેર થતું.એટલે હંમેશા તે શાંત અને
ભણવામાં હોશિયાર છોકરાઓને કંઈ ને કંઈ રીતે પજવતા રહેતા.

આજે પણ પરિક્ષાના પરિણામમાં રવિ અવ્વલ નંબરે પાસ થતાં શિક્ષકે આખા કલાસમાં તેમના
વખાણ કયૉ હતા.અને લાલુ અને જગુને શિક્ષકે બધાની વચ્ચે વઢતા બધા છોકરાઓ હસવા લાગ્યા.

આમ બધા ને હસતાં જોઈ  લાલુ અને જગુને બધાની વચ્ચે શરમાવું પડયું હતું.આખા વગૅના છોકરાઓને મજાક ઉડાવતા અને હસતાં જોઈ તે બંને સમસમી ગયા.તેમણે મનોમન વિચાયૅુ કે, આ બધુંજ રવિના લીધે જ થાય છે.

તેમણે મનોમન રવિને સબક શીખવાડવાનું
નક્કી કયૅુ.કાલે રવિવાર છે.ગમે તેમ કરી રવિને
શાળાનાં પાછળ જજૅરિત મકાનમાં બોલાવવો.અને પછીથી માર મારીને રૂમમાં બંધ કરીને જતા રહેવું.

આમ વિચારી જગુ અને લાલુએ રજાની રાહ જોવા લાગ્યા.હવે આવતી કાલે રવિવાર હોવાથી આજે શાળામાં બંને મિત્રોએ રવિને
પટાવીને કાલે આપણે શાળાની પાછળના ભાગમાં રમવા ભેગા થવાનું છે.બધા મિત્રો કોઈ તે બંનેના ડરથી તો કોઈ મજા આવશે તેમ વિચારી તૈયાર થઈ ગયા.

રવિએ પણ હાં કહ્યું. લાલુ અને જગુએ તેના
બીજા  મસ્તી ખોર મિત્રોને સચ્ચાઈ બતાવી દીધી હતી.કે,અમે ઈશારો કરીએ એટલે બધા ફટાફટ  રૂમની બહાર નીકળી જજો.છેલ્લે રવિને અંદર ધક્કો મારીને બંધ કરીને આપણે જતા રહીશું.ભલેને  બીજા દિવસે તેને બહાર કાઢવાે પડે.

આ લાગનો લાભ લઈ ઘણા મિત્રો સંતાઈને તમાસો જોવા લાગ્યા. આજે રવિવાર હોવાથી બધા મંદિરના પાછળના ભાગમાં ભેગા થવા લાગ્યા. હવે જે જાણતા હતાં તે બધાજ મિત્રો
શાળાના આગળ પાછળના ભાગમાં સંતાઈને
જોવા લાગ્યા.

બીજા બધા મસ્તી કરતા ચારે તરફ ફરી રહયા હતા.ત્યાંજ રવિ પણ આવી ગયો.રવિને જગુ અને લાલુના હાવભાવ પરથી વહેમ ગયો હતો. પરંતુ તે જોવા માંગતો હતો. 

બધા ભેગા થઈને રમવા લાગ્યાં.લાલુ અને જગુ ઈશારાથી બધાને ખંડેર જેવા રૂમમાં લઈ ગયા. બધા રમતા હતા.ત્યાં જ લાલુ અને જગુ જે રૂમમાં હતા તેની એક ખખડધજ દીવાલ 
એકદમ પડી તે દોડી બહાર નીકળીને રૂમ બંધ કરવા જતા લાલુ અને જગુ પર સીધી પડવા જતી હતી ત્યાં જ રવિનું એકદમ ધ્યાન ગયુ.
 
તેણે આગળ પાછળ નજર કરી.એક ખૂણામાં એક મોટું લાકડું પડયુ હતું.તે લીધું અને બૂમ પાડી બધાને સાવચેત  કરતાં પડતી દીવાલની સામે ધરી દીધું .પરંતુ દીવાલ વજનવાળી હોવાથી રવિના હાથ હલવા લાગ્યા.

એટલામાં એક છોકરાની નજર તેના પર પડતા ંજ તે પણ દોડીને મદદે આવી ગયો.
આ જોઈને બીજા મિત્રો પણ હિંમત કરી તેની મદદે આવી ગયા. આમ ધીરે ધીરે બધાજ
મિત્રો કંઈનું કંઈ શોધીને ગાડરિયા પ્રવાહની જેમ તેઓની સાથે મદદે લાગી ગયા.

લાલુ અને જગુ પગ પર થોડો ભાગ પડતા કણસતા  બેસી પડયા.તેમને  ઊભા થવાની પણ ખબર ના પડી. પરંતુ છોકરાઓનો આટલો બધો દેકારો સાંભળી આજુબાજુ નજીકમાં રહેતા લોકો ભેગા થઈ ગયા.

તેમણે તરતજ લાલુ અને જગુને તેડીને દૂર લઇ લીધા.બધા મોટા માણસોએ ફટાફટ છોકરાઓ ના હાથમાંથી લાકડાં પકડીને જગ્યા સંભાળી છોકરાઓને દૂર કરી દીધા.એટલામાં ફાયર બ્રિગેડના  જાનબાજ માણસો આવી ગયા .તેમણે ફટાફટ  મોટા લાકડાંના બીમ મૂકી બધાને ખસી જવા કહ્યું.

રવિ લાલુ અને જગુને હિંમત આપતા બોલ્યો.
કંઈ નથી થયું.હમણા ડૉક્ટર પણ આવી જશે. રવિનો ભલો સ્વભાવ જોઈને લાલુ અને જગુ ને પોતાની હરકત પર શરમ આવી ગઈ.તેમણે રવિની માફી માંગી બચાવવા બદલ ધન્યવાદ
આપ્યા. બધા જ મિત્રો એ પણ રવિને શાબાશી આપી.લાલુ અને જગુને પણ સમજાવતા કહ્યું.
હવે આજથી આપણે બધા જ સારી રીતે ભણવામાં ધ્યાન આપીશું. અને સારા માકૅસથી પાસ થઈશું.રવિ તું અમને બધાને શીખવાડીશને?
હાં ! હાં! કેમ નહિ.કહી બધાએ એકબીજાના હાથ પકડી પાકી દોસ્તી કરી. 

આમ એક રમતિયાળ તોફાની વિદ્યાથીઓનું
 ઝૂંડ  ગાડરિયા પ્રવાહની જેમ ભણવા તરફ વળી ગયું.અને આજે ???? ℅ પરિણામ આવતા
શિક્ષક પણ ભાવાવેશમાં આવી ગયા.રવિને ખૂબ ખૂબ આભાર માની સહુ રજાઓ માણવા ગયા.






ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ